Modasa: સુશાશન વીક ઉજવણી અંતર્ગત ફિટ ઇન્ડીયા ફિટ ગુજરાત સાયકલોથોન ઉજવણીના ભાગરૂપે માન.કલેકટરસા.શ્રી, માન.જિલ્લા વિકાસ અઘિકારીસા.શ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ વિભાગ અરવલ્લી મોડાસા ઘ્વારા આજરોજ તા.૨૬.૧૨.૨૦૨૧ના રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આાવેલ જેને માન.કલેકટરે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવેલ જેમાં માન.કલેકટર, માન.જિલ્લા વિકાસ અઘિકારી, આરોગ્ય વિભાગ/શિક્ષણ વિભાગ/ખેતીવાડી વિભાગ તથા અન્ય વિભાગના અઘિકારી ઇન્ડીયન મેડિકલ એસોશીયેશન મોડાસાના ૩૫થી વઘુ ર્ડાકટર, શાળાના ૧૦૦થી વઘુ વિદ્યાર્થીઓ તથા આરોગ્ય વિભાગના કર્મચારી મળી ૨૦૦થી વઘુ વ્યકતિઓએ સાયકલ રેલીમાં ભાગ લઇ રેલીને સફળ બનાવેલ.
સાયકલ રેલી જિલ્લા સેવાસદનથી નિકળી પેલેટ હોટેલ-પાવનસીટી-મોડાસા ચાર રસ્તા થઇ તાલુકા આરોગ્ય કચેરી મોડાસા ખાતે પૂર્ણ થયેલ. સાયકલ રેલીમાં ભાગ લેનાર વ્યકતિઓને ફિટ ઇન્ડીયા અન્વયેના સર્ટીફિકેટ આ૫વામાં આવેલ.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024