ખેડૂતની દીકરી મૈત્રી પટેલે ગુજરાતનું નામ કર્યુ રોશન, 19 વર્ષની યુવતી બની દેશની સૌથી નાની વયની પાયલટ
27-Aug-2021
સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામના ખેડૂતની દીકરી મૈત્રી પટેલે માત્ર 19 વર્ષની ઉંમરે પાયલટ બનીને ગુજરાતની સાથે દેશનું પણ નામ રોશન કર્યું છે. તેના ખેડૂત પિતાએ ખેતર વેચીને તેની પુત્રીનું સપનું સાકાર કર્યુ છે.
ગુજરાતના સુરતમાં રહેતી મૈત્રી પટેલ માત્ર 19 વર્ષની ઉંમરે પાયલટ બની ગઈ છે. દિકરીને ભણાવા માટે તેના પતિ પાસે રૂપિયા ન હતા. બીજી તરફ પિતાને બેંકમાંથી લોન પણ નહોતી મળી રહી જેના કારણે ખેડૂત પિતાએ તેની પુત્રીને ભણાવા કાળજા પર પથ્થર મુકીને પરિવારની રોજીરોટી ચલાવતું તેમનું ખેતર વેચી નાખ્યું.12માં ધોરણ પછી અમેરિકા પાયલટ બનવા ગઈ
પુત્રી અમેરિકા પાયલટ બનવા ગઈ હતી અને તે સફળ થઈને પરત સુરત પહોચી ત્યારે માતાપિતાની ખુશીનો પાર ન રહ્યો. 12માં ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પુત્રી અમેરિકા પાયલટનો અભ્યાસ કરવા માટે ગઈ હતી.8 વર્ષની ઉંમરે પાયલટ બનવાનું સપનું જોયું
કુલ 11 મહિનાની ટ્રેનિંગનો કોર્સ હતો જે કોર્સ મૈત્રીએ સફળતાથી પૂર્ણ કર્યો. હાલ તેને કોમર્શિયલ પાયલટનવું લાયસન્સ પણ મળી ગયું છે. મૈત્રી જ્યારે 8 વર્ષની હતી ત્યારથી તેણે પાયલટ બનવાનું સપનું જોયું હતું જે સપનું તેણે 11 વર્ષમાં એટલે કે 19 વર્ષની ઉંમરે પુરુ કરીને પોતાની એક આગવી ઓળખ બનાવી છે.
જ્યારે પાયલટનો અભ્યાસ કરવા અમેરિકા જવું પડે તેમ હતું ત્યારે તેને કોઈપણ બેંકમાંથી લોન નહોતી મળી રહી. જેથી તેના પિતાએ તેમની ખેતીવાડીની જમીન વેચી નાખી હતી. સામાન્ય રીતે કોમર્શિયલ પાયલટ બનવા માટે 18 મહિનાનો સમય લાગતો હોય છે. પરંતુ મૈત્રી માત્ર 11 મહિનામાંજ કોમર્શિયલ પાયલટ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે હાલ મૈત્રીને અમેરિકામાં કોમર્શિયલ વિમાન ઉડાવાની મંજૂરી મળી છે. પરંતુ હજુ ભારતમાં કોમર્શિયલ પ્લેન ઉડાવા તેને અહિયાના નિયમોને લઈને ટ્રેનિંગ લાયસન્સ લેવું પડશે. અહીયા ટ્રેનિંગ લાયસન્સ મળ્યા બાદ તે ભારતમાં પણ પ્લેન ઉડાવી શકશે. જોકે માત્ર 19 વર્ષની ઉંમરે મૈત્રી દેશની સૌથી નાની પાયલટ બની ચુકી છે.
20-Aug-2024