Kabul Airport Attack: કાબુલ એરપોર્ટ પરના હુમલામાં 13 અમેરિકી સૈનિકો સહિત 72 લોકોના મોત, અમેરિકાએ તેના નાગરિકો માટે જાહેર કર્યુ એલર્ટ

27-Aug-2021

અફઘાનિસ્તાનમાં ગુરુવાર 26મી ઓગસ્ટે કાબુલ એરપોર્ટ નજીક બે આત્મઘાતી હુમલાખોર અને બંદૂકધારીઓ દ્વારા ટોળા પર કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. એક અફઘાન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 60 અફઘાન માર્યા ગયા હતા અને અન્ય 143 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

 

દરમિયાન પેન્ટાગોને કહ્યું કે કાબુલ એરપોર્ટની બહાર ISIS દ્વારા કરવામાં આવેલા હુમલામાં 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે અને 18 અન્ય અમેરિકનો ઘાયલ થયા છે. આતંકવાદી સંગઠન ISIS-K એ ગ્રુપના ટેલિગ્રામ એકાઉન્ટ પર કાબુલ એરપોર્ટ પર જીવલેણ બેવડા હુમલાની જવાબદારી સ્વીકારી છે. અફઘાનિસ્તાનમાં હોસ્પિટલનું સંચાલન કરતા એક ઇટાલિયન સંગઠને કહ્યું કે તે એરપોર્ટ હુમલામાં ઘાયલ થયેલા લોકોની સાર સંભાળ કરી રહ્યું છે, જ્યારે કેટલાક ઘાયલોને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા.

Author : Gujaratenews