સૌરાષ્ટ્ર જેવું વધુ એક વાવાઝોડું : બંગાળનાં અખાતમાં સર્જાયેલા હવાનાં હળવા દબાણને કારણે વાવાઝોડું ગુલાબ સક્રિય બન્યું, જાણો ક્યાં ત્રાટકશે
26-Sep-2021
બંગાળનાં અખાતમાં સર્જાયેલા હવાનાં હળવા દબાણને કારણે ચક્રવાત ગુલાબ (Cyclone Gulab)સક્રિય બનીને આંધ્રપ્રદેશ, ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે જે આગામી કલાકોમાં વધુ તોફાની બનીને ઓડિશાના દરિયા કિનારે ટકારશે. વાવાઝોડાની અસર પણ ઓડિશા અને આસપાસના વિસ્તારમાં શરૂ થઈ ગઈ છે.વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. વાવાઝોડાને કારણે ઓડિશા અને આંધ્રમાં યલો એલર્ટ આપી દેવાયું છે.
ઓડિશાનાં 7 જિલ્લાને હાઇએલર્ટ કરાયા છે. વાવાઝોડું ગુલાબને પગલે બંગાળ, ઓડિશા તેમજ આંધ્રમાં રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. આંધ્રમાં NDRFની 5 અને ઓડિશામાં NDRFની 24 ટીમ અને ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની 42 ટૂકડી તૈનાત કરી દેવાઈ છે.વાવાઝોડાના ખતરાને જોતા ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 3 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા છે.204 લોકોને શેલ્ટર હોમમાં મોકલી દેવાયા છે.
હાલ ગુલાબ નામનું વાવાઝોડું ગોપાલપુરથી 180 કિલોમીટર દક્ષિણ પૂર્ણમાં સ્થિતિ છે.આજે મોડી રાત્રે આ વાવાઝોડું આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમ અને ઓડિશાના ગોપાલપુર વચ્ચે ટકારશે…હાલ વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે.આગામી કલાકોમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થઇ જશે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે આંધ્રપ્રદેશના કલિંગપટ્ટનમ અને ઓડિશાના ગોપાલપુર વચ્ચે અડધીરાતે ટકારશે. જેની અસર ઓડિશાના 11 જિલ્લામાં થશે. 75-85 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ સાથે વાવાઝોડું ટકરાશે.આ તોફાનની અસર દક્ષિણી છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત સુધી જોવા મળશે.આ રાજ્યોમાં મંગળવાર સુધી ભારે વરસાદ પડી શકે છે.
બીજી તરફ વાવાઝોડાના ખતરાને જોતા સરકાર પણ સક્રિય થઈ ગઈ છે.તંત્ર કામગીરી પર લાગી ગયું છે ત્યારે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે પણ અધિકારીઓ સાથે બેઠક કરી.આવશ્યક સાવધાનીઓને લઈને ચર્ચા કરી.બીજી તરફ વડાપ્રધાન મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી અને ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક સાથે વાત કરી અને ટ્વીટ કરીને દરેક પ્રકારની મદદની ખાતરી આપી છે અને તમામની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરી છે.
ગુલાબ વાવાઝોડાનું નામ પાકિસ્તાને આપ્યું છે, જેને ગુલ-આબ તરીકે બોલાય છે.વિશ્વ હવામાન સંસ્થાની આર્થિક અને સામાજિક કમિશન અને ચક્રવાતી તોફાનો પર બનાવેલી પેનલની યાદીમાંથી નામ રખાયું છે.આ પેનલમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાંમાર, પાકિસ્તાન, શ્રીલંકા સહિત 13 દેશ છે…જે આ ક્ષેત્રમાં આવતા વાવાઝોડાના નામ આપે છે.
આ વર્ષે જ યાસ વાવાઝોડું ઓડિશા પર ત્રાટક્યું હતું ત્યારે સરકારની તૈયારીએ મોટી તબાહીને ટાળી દીધી હતી.ત્યારે આ વખતે પણ વાવાઝોડાનો સામનો કરવા માટે તંત્ર એલર્ટ થયું છે…હવે નુકસાન ઓછામાં ઓછુ થાય તેવી જ આશા રાખવામાં આવી રહી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024