નોકરી-ધંધો છોડી કપલે ૨ વર્ષ સુધી મનાવ્યું હનીમુન : લાખોનો ખર્ચ વર્ષ ૨૦૧૯માં રોસ અને સારાના લગ્ન થયા હતા અને પછી તેમણે દુનિયાને ફરવાનો નિર્ણય કર્યો

26-Aug-2021

નવી દિલ્હી,તા.૨૬: ચોક્કસ લોકો પોતાના લગ્નના થોડા દિવસો પછી હરવા ફરવા જ છે પરંતુ એક કપલે બે વર્ષ સુધી પોતાનું હનીમૂન મનાવ્યું અને તેના પર લાખો રૂપિયા ખર્ચ કરી નાખ્યા. એટલું જ નહી આ હનીમૂન પર પતિ-પત્ની ઉપરાંત તેમના બાળકો અને પાલતૂ ડોગી પણ ગયો હતો. હનીમૂનનો આ રસપ્રદ કિસ્સો બ્રિટનના એક કપલ સાથે જોડાયેલો છે.

વર્ષ ૨૦૧૯ માં રોસ અને સારાના લગ્ન થયા હતા અને પછી તેમણે દુનિયાને ફરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેમનું હનીમૂન કોઇ સામાન્ય વેકેશન ન હતું પરંતુ તેના માટે પહેલાં તેમણે પોતાની નોકરી છોડી દીધી અને પછી પોતાનું ઘર ભાડે આપી દીધું. ત્યારબાદ કપલે તોફાની ટ્રિપ પર પોતાની સાથે પુત્ર અને પોતાન લૈબ્રાડોરને પણ લીધો.

 

આ 'ફૈમિલીમૂન' દરમિયાન આ લોકોએ ફ્રાંસથી માંડીને સ્વિત્ઝરલેંડ, ઇટલી, સ્પેશ, ટર્કી, અને બુલ્ગેરિયાની સફર કરી. મેટ્રોના સમાચાર અનુસાર આ કપલ હવે પરત આવી ગયું છે. તેમનો પુત્ર જે ટ્રિપ દરમિયાન ૩ વર્ષનો હતો તે હવે ૫ વર્ષનો થઇ ૫ ચૂકયો છે. પૂર્વ રોયલ મરીન કમાંડો રોસ કહે છે કે દરેક દિવસ નવો રોમાંચ લઇને આવતો હતો.

 

કપલે આખી ટ્રિપ પોતાની વાનમાં બેસીને પુરી કરી અને તેના માટે લગભગ ૧૩ લાખ રૂપિયા ખર્ચ કર્યા. રોસ કહે છે કે જયારે પણ વાનનો ગેટ ખોલતા તો પોતે એક નવી જગ્યાએ જોતા અને તમને બિલકુલ પણ ખબર નથી કે આગળ શું થવાનું છે. તેમણે કહ્યું કે અમે કવોલિટી ટાઇમ સાથે વિતાવવા માંગતા હતા અને આ નિર્ણય સરળ ન હતો.

 

તેમણે કહ્યું કે નિયમિત નોકરી અને સેલરી સાથે આ કરવું મુશ્કેલ હતું, એટલા માટે નોકરી છોડવાનો નિર્ણય કર્યો. તે કહે છે કે અમારી ટ્રિપથી પહેલા દરેક કોઇ વિચારતું હતું કે લોકો થોડા અઠવાડિયામાં પાછા આવી જશે અને માથા પર સવાર ફરવાનું ભૂત ઉતરી જશે પરંતુ એવું થયું નહી.

રોસ કહે છે કે આજે જયારે લોકો અમને જુએ છે તો આશ્વર્ય પામે છે. અમે દરેક પળને ખૂબસુરત રીતે વીતાવી અને આ કદાચ મારી લાઇફનો સૌથી સારો નિર્ણય હતો. તેમની પત્ની સારાએ જણાવ્યું કે અમારી ટ્રિપ પહેલાં લોકોએ અમને ઘણા પ્રશ્નો કર્યા અને ખાસ કરીને જોબ છોડવાના લીધે તેમને અમારી ચિંતા પણ હતી.

Author : Gujaratenews