રશિયાએ યુક્રેન પર વધુ બે હુમલાઓ કર્યા : યુક્રેનમાં રહેણાંકમાં બિલ્ડીંગ તોડી પડાઇ, બે અમેરિકન બોમ્બરોએ ઉડાન ભરી

26-Feb-2022

રશિયાએ ખાર્કિવને ઘેરી લીધું છે, યુદ્ધ મામલે અમેરિકાએ બોલાવી છે ઈમરજન્સી બેઠક, કમલા હેરિસ પણ આપશે હાજરી.

એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે રશિયા દ્વારા ખારકિવ અને કેનાટોપ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારના કેટલાક ફ્લેટો તોડી પાડવામાં આવ્યા છે. બીજી તરફ નાટો દેશોની ઈમરજન્સી મીટીંગ બોલાવવામાં આવી છે. અમેરિકા સહિતના દેશો ગમે ત્યારે રસિયા પર હુમલો કરી શકે છે બ્રિટન તરફથી પણ કેટલાક પ્રતિબંધો લગાવી દેવાયા છે. જ્યારે ભારત તરફથી કોઈ પ્રતિસાદ આપવામાં આવ્યું નથી.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. રશિયા તરફથી હુમલો ચાલુ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધો અને વાટાઘાટો દ્વારા રશિયા પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. રશિયા વતી એવું કહેવામાં આવ્યું છે કે રશિયન સશસ્ત્ર દળોએ યુક્રેનમાં 821 સૈન્ય મથકોને નષ્ટ કરી દીધા છે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર Mykhailo Podolyak એ દાવો કર્યો છે કે અમે 3,500 થી વધુ રશિયનોને મારી નાખ્યા છે જ્યારે લગભગ 200 પકડાયા છે. બીજી  યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે અમે 3,500 થી વધુ રશિયનોને મારી નાખ્યા છે જ્યારે લગભગ 200 પકડાયા છે.

રશિયાના અત્યાર સુધીમાં 14 એરોપ્લેન 8 હેલિકોપ્ટર 102 ટેન્ક 536 બખ્તરબંધ કાર, 15 તોપખાનું, 1 BUK-1 સિસ્ટમ, 3,500 માર્યા ગયા, લગભગ 200ને બંદી બનાવાયા.UNN ના અંદાજ મુજબ, યુક્રેનમાં એક લાખથી વધુ લોકો પહેલાથી જ તેમના ઘર છોડી ચૂક્યા છે અને હજારો અન્ય દેશોમાં ભાગી ગયા છે. યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે રશિયાએ યુક્રેનમાં 5 એરફિલ્ડ પર હુમલો કર્યો છે. તેણે રશિયાના 5 ફાઈટર જેટને તોડી પાડ્યા છે. તેમજ 1 હેલિકોપ્ટરને ઠાર મારવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે નાટો હવે રશિયાને જવાબ આપવા જઈ રહ્યું છે. બ્રિટિશ એરવેઝથી બે અમેરિકન બોમ્બરોએ ઉડાન ભરી છે. તેમજ કિવના શુલિયાવકા, પુશ્કિન અને ઝૂ વિસ્તારમાં જબરદસ્ત ગોળીબાર થઈ રહ્યો છે. રાજધાનીમાં સતત સાયરન વાગી રહ્યા છે.રાજધાની કિવમાં આજે સવારથી સતત સાયરન વાગી રહી છે. આ જગ્યાઓ પર ગમે ત્યારે હુમલો થઈ શકે તેવી પરિસ્થિતિ બની ચૂકી છે.

Author : Gujaratenews