નવી દિલ્લીઃ ભારત આજે પોતાનો 73 મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. આજના દિવસે દિલ્હીના રાજપથ ખાતે રાફેલથી લઈને સુખોઈ સુધીના યુદ્ધ જહાજોનું પ્રદર્શન કરીને ભારત પોતાની શક્તિની ઝલક દુનિયાને બતાવવામાં આવ્યું. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ દર્શાવતી ઝાંખીઓ પણ રાજપથ પરેડ દરમ્યાન આકર્ષણનું કેન્દ્ર બની રહી. આ સાથે જ સેનાની ત્રણેય પાંખના ઝાંબાજ જવાનો પણ પોતાના કરતાબો દર્શાવીને ગણતંત્ર દિવસની ઉજવણીને વધુ શાનદાર બનાવ્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી મોદીએ તિરંગાને સલામી આપીને રાષ્ટ્રને વંદન કર્યાં. આ પ્રસંગે જવાનોનું શૌર્ય પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું.
પરેડના સમયમાં કરાયું પરિવર્તન
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ વર્ષે ધુમ્મસને જોતા રાજપથ પર પરેડ અને ફ્લાયપાસ્ટ ડેમોસ્ટ્રેશન અડધો કલાક મોડું એટલે કે સવારે 10.30 વાગ્યે શરૂ થશે. દર વર્ષે આ કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થતો હતો. એ જ રીતે, કોરોના રોગચાળાને કારણે ગયા વખતની જેમ આ વર્ષે 2022 માં પણ કોઈ વિદેશી મુખ્ય અતિથિને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.પ્રજાસત્તાક દિવસની પરેડની ઉજવણી PM મોદીની રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે શરૂ થશે. PM મોદી બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશનું નેતૃત્વ કરશે. આ પછી, પ્રધાનમંત્રી પરેડ જોવા માટે રાજપથ પર સલામી પ્લેટફોર્મ તરફ જશે.
પરંપરા મુજબ, રાષ્ટ્રગીત પછી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે અને 21 તોપોની સલામી આપવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સલામી લઈને પરેડની શરૂઆત થશે. પરેડની કમાન્ડ બીજી પેઢીના લશ્કરી અધિકારી, પરેડ કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા, અતિ વિશેષ સેવા મેડલ કરશે.
દિલ્હી ક્ષેત્રના ચીફ ઓફ સ્ટાફ, મેજર જનરલ આલોક કાકર પરેડના સેકન્ડ-ઈન-કમાન્ડ હશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025