આજે અટલ બિહારી વાજપેયીની 97મી જયંતી, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને સ્મૃતિ સ્થળ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ

25-Dec-2021

 

- સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત અનેક વરિષ્ઠ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા

નવી દિલ્હી: ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની આજે 97મી જયંતી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે અટલ બિહારી વાજપેયીના સ્મારક સ્થળ 'સદૈવ અટલ' પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. 

આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત અનેક વરિષ્ઠ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમના સ્મારક સ્થળે પુષ્પ અર્પિત કરીને પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા. 

Author : Gujaratenews