યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે હજારો લોકોનું સ્થળાંતર: ડરનો માહોલ જોઈ પોલેન્ડ, હંગેરી તરફ લોકો ભાગવા લાગ્યા

25-Feb-2022

યુદ્ધના બીજા દિવસે રશિયન દળો ખાર્કીવ અને ચેર્નિહાઇવ પ્રદેશોમાં અને સંભવતઃ યુક્રેનના પ્રદેશના કેટલાક અન્ય વિસ્તારોમાં પાંચ કિલોમીટર સુધી ઘૂસી ગયા છે. રશિયાના હવાઈ હુમલાથી ukraine ધણધણી ઉઠયું છે. બીજી તરફ હજારો લોકો દેશ છોડીને સ્થળાંતર કરીને હંગેરી અને પોલેન્ડ જેવા દેશોમાં પગપાળા જઈ રહ્યા છે. જેની કેટલીક તસવીરો સામે આવી છે. યુક્રેન છોડીને અને યુદ્ધના માહોલમાં લોકો દેશ છોડીને જઈ રહ્યા છે.રશિયાએ લશ્કરી આક્રમણ શરૂ કર્યા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ દેશમાં 'માર્શલ લો' જાહેર કર્યો અને નાગરિકોને ગભરાશો નહીં એવું કહ્યું. તેમણે કહ્યું કે, રશિયાએ યુક્રેનના સૈન્ય માળખાને નિશાન બનાવ્યું અને દેશભરમાં વિસ્ફોટો સંભળાયા. તેમણે યુએસ પ્રમુખ જો બાઈડન સાથે વાત કરી છે અને યુએસ યુક્રેન માટે આંતરરાષ્ટ્રીય સમર્થન એકત્ર કરી રહ્યું છે. યુક્રેન પ્રશાસને તેના દેશને હવાઈ હુમલા અને દારૂગોળો વડે નિશાન બનાવવાની વાત કરી છે.

Author : Gujaratenews