Priyanka Chopra Removes Jonas Surname: બોલિવૂડ અને હોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી 'જોનસ' સરનેમ હટાવી છે. ત્યારથી તેના અને પતિ નિક જોનાસ(Nick Jonas)ના છૂટાછેડાની અફવાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા ચોપરાના માતા મધુ ચોપરાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મધુ ચોપરાનું કહેવું છે કે 'આ બધુ બકવાસ છે અને તેણે અફવાઓ ન ફેલાવવા વિનંતી કરી છે. પ્રિયંકાની માતાનું કહેવું છે કે બંને વચ્ચે બધુ બરાબર છે.
Author : Gujaratenews
28-Mar-2025