તબીબ અને સાયન્સ જગત માટે ચેલેન્જરૂપ કિસ્સો: 13 વર્ષના ચાહીલમાંં ફાઇબ્રોમેટાસીસ નામની બીમારી, ઓપરેશન કરવા છતાં ફરી ગાંઠ મોટી થવા લાગી!!!

24-Oct-2021

તસવીર : ચાહિલ રાવલ

 

ગુજરાત, મહારાષ્ટ્રના નામાંકિત તબિબો હાથ અધ્ધર કરી દીધા

તલોદમાં ફાઇબ્રોમેટાસીસ બિમારી થી પિડીત બાળકનો તબિબો પાસે કોઇ ઇલાજ નથી...

કહેવાય છે કે તબિબો ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાય છે ૨૧ મી સદી આધુનિક અને ટેકનોલોજીનો યુગ છે છતાંય મહદઅંશે જોવા મળતાં કિસ્સા તબિબ જગત અને સાયન્સ માટે ચેલેન્જ રૂપ પુરવાર થતાં હોય છે.આવો જ એક કેસ સાબરકાંઠા જિલ્લાના તલોદમાં ૧૩ વર્ષિય બાળક છેલ્લા બે વર્ષથી ફાઇબ્રોમેટાસીસ નામની બિમારીથી પિડીત બાળકના આ પરિવારે તેના ઈલાજ માટે ગુજરાત, મહારાષ્ટ્રના અનેક નામાંકિત તબિબોની સલાહ,અનેક પ્રકારના રીપોર્ટ અને રીસર્ચ કરવા છતાં ગુજરાત અને મહારાષ્ટ્રના તબિબો કોઇ ઉપાય શોધી નહીં શકતા આખરે તબિબો,અને સાયન્સ જગત માટે એક મોટો પડકાર ઉભો થયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મુળ ખેરોલ ગામના અને હાલ તલોદ શહેરમાં રહેતા મયુર પ્રવિણભાઇ રાવલનો પુત્ર ચાહીલ રાવલ ઉ.વર્ષ ૧૩ છે. છેલ્લા બે વર્ષથી ફાઇબ્રોમેટોસીસ નામની બિમારીથી પિડાઈ રહ્યો છે.આ બિમારીમાં આ બાળકને ડાબા પગના સાથળના ભાગે ગાંઠ થતાં તેના નિંદાન માટે આ પરિવાર કમર કસતા શરૂઆતમાં બ્લડ ટેસ્ટ,એક્સ રે, સોનોગ્રાફી,એમ.આર.આઇ. બાયોપ્સી વગેરે રીપોર્ટ બાદ તેનું તબિબોની સલાહ પ્રમાણે લાખ્ખો રૂપિયા ખર્ચીને ઓપરેશન કરાવ્યું હતું. એક ઉમ્મીદ જાગી હતી કે હવે નોર્મલ થઈ જશે.પરંતુ સમય જતાં આ ગાંઠ પુનઃ ડેવલોપ થતાં પરિવાર ઉપર ફરી આફતના વાદળો ઘેરાયા આને નિષ્ણાત તબિબો,અને તજજ્ઞોની સલાહ પ્રમાણે છેલ્લા બે વર્ષથી અનેક રીપોર્ટ,રીસર્ચ આને લાખ્ખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં તબિબો ફાઇબ્રોમેટાસીસના લક્ષણો ધરાવતી ગાંઠ થવા પાછળ કોઇ નક્કર સંશોધન કે ઇલાજ શોધી નહીં શકતાં આખરે ગુજરાત, મહારાષ્ટ્રના તમામ નિષ્ણાત તબિબો હાથ ઉંચા કરી દેતા પરિવાર બાળકની બિમારી ને લઈને ચિંતિત બન્યો છે.આ બાળકના સફળ ઈલાજ માટે પરિવાર દિવસ રાત તમામ પ્રકારના અર્થાગ પ્રયત્નો છતાં લેખે નહીં લાગતાં આખરે આ ફાઇબ્રોમેટાસીસ થી પિડીત બાળકનો ઇલાજ તબિબ અને સાયન્સ જગત માટે એક ચેલેન્જ તરીકે ઊપસી આવ્યો છે.

અનેક હોસ્પિટલ ના દ્વાર ખટખટાવ્યા...

તલોદના રહીશ રાવલ પરિવારનો પુત્રની બિમારીના ઈલાજ માટે અમદાવાદ સેલ્બી હોસ્પિટલના તબિબ ધર્મેશ પંચાલ,હેમટો ઓન્કોલોજીસ્ટ ડૉ.ગૌરાગ મોદી,ટાટા સ્મારક હોસ્પિટલ-મુબઇ ડૉ.અજય પુરી, સહિત અમદાવાદના ઓર્થોપેડીક ઓન્કોલોજીસ્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉ.મનદીપ શાહ, સહિતના હોસ્પિટલ ના દ્વાર ખટખટાવ્યા છે અનેક નિષ્ણાત તબિબો ની સલાહ, આયુર્વેદ અને ઇલાજ કરવા છતાં કોઇ યોગ્ય ઉપાય નહીં મળતા આખરે આ સમગ્ર કેસ તબિબ,સાયન્સ જગત માટે ચેલેન્જ રૂપ પુરવાર થયો છે...

Author : Gujaratenews