PM Modi US visit : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા પીએમ મોદી, પાકિસ્તાન પર આતંકવાદી પ્રવૃત્તિઓને લઇને સાધ્યુ નિશાન

24-Sep-2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ત્રણ દિવસની મુલાકાતે અમેરિકાના વોશિંગ્ટનમાં હાજર છે. આ વર્ષે માર્ચમાં બાંગ્લાદેશની મુલાકાત બાદ તેમની આ પ્રથમ વિદેશ યાત્રા છે. આ દરમિયાન તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને (Vice President Kamala Harris) મળ્યા. બેઠક દરમિયાન, કમલા હેરિસે આતંકવાદના સંબંધમાં પાકિસ્તાનની ભૂમિકાની નોંધ લીધી અને આતંકવાદી જૂથો માટે ઇસ્લામાબાદના સમર્થનને રોકવા અને તેની નજીકથી દેખરેખ રાખવાની જરૂરિયાત પર સંમત થયા.

 

વિદેશ સચિવે ખાસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે હેરિસે પાકિસ્તાનમાં આતંકવાદી જૂથોની હાજરીનો સ્વીકાર કર્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પીએમ મોદી અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વચ્ચેની ચર્ચા દરમિયાન તાલિબાનને પ્રોત્સાહન આપવાનો મુદ્દો ઉઠ્યો હતો. તો સચિવે કહ્યું કે બેઠકમાં ઉપરાષ્ટ્રપતિએ તે સંદર્ભમાં પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો. હેરિસે કહ્યું કે આતંકવાદી જૂથો ત્યાં કાર્યરત છે. આપણે પાકિસ્તાન પર કાર્યવાહી કરવી પડશે જેથી આ જૂથ અમેરિકા અને ભારતની સુરક્ષાને અસર ન કરે.

Author : Gujaratenews