બ્રેકિંગ ન્યૂઝ : રશિયાએ યુદ્ધ જાહેર કર્યું:દુનિયાભરમાં ટેન્શન, જાણો પહેલો હુમલો ક્યા કર્યો

24-Feb-2022

પૂર્વ યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીના રશિયાના આદેશ

પૂર્વીય યુક્રેનમાં તમામ એરપોર્ટ બંધ

યુક્રેન પર હાલ કબજો કરવાનો કોઇ ઇરાદો નથી: પુતિન

યુક્રેન-રશિયા હવે યુદ્ધ શરુ થઈ ચૂક્યું છે. ખારકીવમાંં મોટો ધમાકો કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે યુક્રેન-રશિયા યુદ્ધ ટાળી શકાય નહીં. વ્લાદિમીર પુતિન તરફથી કહેવામાં આવ્યું છે કે રશિયા વિશેષ સૈન્ય અભિયાન શરૂ કરી રહ્યું છે. તેનો ધ્યેય યુક્રેનને બિનલશ્કરીકરણ કરવાનો છે. યુક્રેનની સેનાને પુતિને શસ્ત્રો નીચે મૂકવા અને ઘરે જવા માટે કહ્યું છે.

પુતિને ધમકી આપી – જે લોકો દખલ કરશે તેમને પરિણામ ભોગવવા પડશે

રશિયાના રાષ્ટ્રપતિએ પણ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા મોટી ધમકી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ બહારથી આમાં દખલગીરી કરવા માંગે છે અને જો તેઓ આમ કરશે તો તેણે એવા પરિણામો ભોગવવા પડશે જે તેણે ઇતિહાસમાં પહેલાં ક્યારેય ભોગવ્યા નહીં હોય. તમામ જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે. મને આશા છે કે તમે મને સાંભળ્યો હશે.

પોતાની ઈમરજન્સી સ્પીચમાં પુતિને કહ્યું કે આ વિવાદ અમારા માટે જીવન-મરણનો પ્રશ્ન છે. તેઓએ (યુક્રેન) લાલ રેખા પાર કરી. તેમણે કહ્યું કે યુક્રેન નિયો-નાઝીને સમર્થન આપી રહ્યું છે તેથી અમે વિશેષ સૈન્ય અભિયાન શરૂ કર્યું છે.

Author : Gujaratenews