અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ નૌતમ સ્વામી દ્વારા પ્રવીણ ભાલાળાને સુરત જિલ્લાના હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપાઈ
23-Nov-2021
આજ રોજ અમદાવાદ ભારતીય આશ્રમ ખાતે અખિલ ભારતીય સંત સમિતિની એક કાર્યકારીણી મળી હતી જેમાં તમામ હોદ્દેદાર સંતો દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં હિન્દુ ધર્મ સેનાની જવાબદારી જિલ્લા પ્રમાણે સોંપી સંગઠન વધુ મજબૂત કરવું.
હિન્દૂ ધર્મ સેનાએ અખિલ ભારતીય સંત સમિતિની ભગિની અને યુવા પાંખ છે.
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષશ્રી નૌતમ સ્વામી દ્વારા પ્રવીણ ભાલાળાને સુરત જિલ્લાના હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ તકે પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે આજે મને સંતો દ્વારા જે જવાબદારી સોંપવામાં આવી છે તેને હું નિષ્ઠાથી નિભાવીશ અને હિન્દૂ ધર્મને મજબૂત કરવાના મારા તમામ પ્રયાસો કરીશ.
આગામી દિવસોમાં સુરતના અન્ય હોદ્દેદારોની પણ જાહેરાત કરીશું.
વધુમાં ભાલાળાએ ઉમેર્યું હતું કે રાજ્યમાં ઐતિહાસિક મંદિરનો જીર્ણોદ્ધાર કરીશું. અને આરતી તથા સંતો વગરના તમામ મંદિરોમાં આરતી શરૂ કરી સંતોને જવાબદારી આપવાની કામગીરી કરીશું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024