સુરત કતારગામમાં લક્ષ્મી એન્કલેવ પાછળ ચપ્પુની અણીએ રૂા.૪૯ લાખની લૂંટ

23-Oct-2021

સુરત: સુરતના કતારગામ લક્ષ્મી એન્કલેવની પાછળ આવેલા સિરિયલકોમ ઈન્ફોટેકમાંથી આજે સાંજે રોકડા રૂ.૪૯ લાખની લૂંટથી પોલીસ દોડતી થઈ હતી. એક વ્યક્તિ સોફ્ટવેર ખરીદી પૈસા આપ્યા બાદ નીકળ્યો તે સાથે જ બે અજાણ્યા આવ્યા હતા અને ચપ્પુની અણીએ પૈસા લૂંટી ફરાર થઈ ગયા હતા.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ લક્ષ્મી એન્કલેવની પાછળ આવેલા હર્ષદભાઈ ભાલાળાની સિરિયલકોમ ઈન્ફોટેકમાં આજે સાંજે ૬.૩૦ ના અરસામાં એક વ્યક્તિ ડાયમંડ યુનિટનો સોફ્ટવેર ખરીદવા માટે આવ્યો હતો. રૂ.૪૯ લાખમાં સોફ્ટવેર ખરીદી તે રકમ ચૂકવીને નીકળ્યો તે સાથે જે બે અજાણ્યા ત્યાં ધસી આવ્યા હતા અને ચપ્પુની અણીએ રૂ.૪૯ લાખ અને સોફ્ટવેર સાથેનું સીપીયુ પણ લૂંટીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતા કતારગામ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

સિરિયલકોમ ઈન્ફોટેકમાંથી એક વ્યક્તિ સોફટવેર ખરીદીનીકળ્યા બાદ બે અજાણ્યાએ લૂંટયોઃ બનાવમાં વિસંગતતા મુદ્દે તપાસ

પોલીસને તપાસમાં કેટલીક વિસંગતતાઓ મળી હતી.આથી પોલીસે લૂંટની ઘટના બની છે કે કોઈ નાણાકીય લેતીદેતીનો મામલો છે તે અંગે તપાસ શરૂ કરી છે. તે બાદ જ પોલીસ ગુનો નોંધશે તેમ જાણવા મળ્યું છે.

Author : Gujaratenews