મહિલા ખુબ જ કામુક હોય અને તેને વારંવાર સંભોગ કરવાની આદત હોય તો પણ તેના ઉપર બળાત્કાર ગુજારનાર ગુનેગાર તેના ગુનામાંથી કે તેની સજામાંથી છટકી શકે નહીઃ કેરળ હાઇકોર્ટ

23-Oct-2021

ખજાનાની રક્ષા કરતો ચોકીદાર પોતે જ લૂંટારો બન્યો હોવાનું કોર્ટનુ તારણ

Kochi: કોઇ મહિલા કે યુવતી ગમે તેટલી કામુક હોય અથવા વારંવાર સંભોગ કરવાની આદત ધરાવતી હોય તેમ છતાં કોઈ પણ વ્યક્તિ બળાત્કારના ગુનામાંથી છટકી શકે નહીં અને વિશેષ કરીને જ્યારે બળાત્કાર કરનાર ખુદ યુવતિનો પિતા પોતે જ હોય ત્યારે તો તેને કદી છોડી શકાય નહીં કેમ કે પિતાને સંતાનોના આશ્રયદાતા ગણવામાં આવે છે એમ કેરળ હાઇકોર્ટે પોતાની પુત્રી ઉપર વારંવાર બળાત્કાર કરનાર એક માણસને ૧૨ વર્ષની આકરી કેદની સજા ફટકારતાં કહ્યું હતું. આ નરાધમ પિતા પોતાની જ દીકરી ઉપર બળાત્કાર કરીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. કેરળ હાઇકોર્ટે વિશેષ નોંધ મૂકી હતી કે જ્યાર એક પિતા જ પોતાની દીકરી ઉપર બળાત્કાર ગુજારે ત્યારે રક્ષક જ ભક્ષક બન્યો હોય એવો અને ખજાનાની રક્ષા કરતો સુરક્ષાકર્મી પોતે જ ખજાનાન લૂંટારો બન્યો હોય એવો ઘાટ ઘડાય છે
 
પિડિતા પુત્રીના પિતાએ હાઇકોર્ટ સમક્ષ એવી તેને ખોટી રીતે આ કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે કેમ કે તેની પુત્રીએ જાતે જ એકરાર કરી લીધો હતો કે તેણે અન્ય કોઇ માણસની સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતા. પોતાની નિર્દોષતા પૂરવાર કરવાનો પ્રયાસ કરતી તે દલીલને ફગાવી દેતાં ન્યાયમૂર્તિ આર. નારાયણ પિશારદીએ કહ્યું હતું કે પિડિતાના સંતાનના ડીએનએના રિપોર્ટમાં સ્પષ્ટ સંકેત કરાય છે કે તે નરાધમ પિતા જ તેની દીકરીના સંતાનનો બાયલોજિકલ પિતા છે. ઉલ્લેખનીય છે કે આ રાક્ષસ પિતાએ તેની દીકરીને ગર્ભવતી બનાવી દેતાં તેણે મ-૨૦૧૩માં એક સંતાનને જન્મ આપ્યો હતો. હાઇકોર્ટે વિશેષ નોંધ લેતાં કહ્યું હતું કે કોઇ મહિલા ખુબ જ કામુક હોય અને તેને વારંવાર સંભોગ કરવાની આદત હોય તો પણ તેના ઉપર બળાત્કાર ગુજારનાર ગુનેગાર તેના ગુનામાંથી કે તેની સજામાંથી છટકી શકે નહીં. એમ માની લઇએ કે પિડિતા પહેલા સંભોગ કરવાની આદત ધરાવતી હતી તેમ છતાં કેસનો નિર્ણય કરવામાં તે બાબત તદ્દન નિરાધાર બની જાય છે. ઉલ્ટાનો અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પિડિતાએ કરેલી ફરિયાદ મુજબ આરોપીએ તેના ઉપર બળાત્કાર કર્યો હતો કે નહીં, કેમ કે કોર્ટમાં આરોપીની સામે કેસ ચાલી રહ્યો છે પિડિતાની સામે નહીં એમ હાઇકોર્ટ ધારદાર અવલોકન વ્યક્ત કર્યું હતું.
Author : Gujaratenews