SURAT : નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી દિવસે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં 352 રક્તયુનિટ એકઠું કરાયું

23-Jan-2022

SURAT : કોરોનાકાળમાં રક્તની ખુબ અછત છે અને રક્તદાતાઓ મળવા મુશ્કેલ બની રહ્યા છે ત્યારે મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, મુસ્કાન કામધેનુ મહિલા મંડળ અને મુસ્કાન યંગસ્ટર ગ્રુપ દ્વારા આયોજીત રક્તદાન કેમ્પમાં 352 બ્લડયુનિટ રક્ત એકઠું કરાયું હતું, સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી, મિનિબજાર ખાતે થયેલા આ કેમ્પમાં સવારથી જ બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉત્સાહ દાખવીને ઉપસ્થિત રહ્યા હતા, સેવાકીય કાર્યમાં હંમેશા કાર્યરત એવું મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની 126 મી જન્મજયંતી દિવસે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, દીપપ્રાગટ્ય ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવી, ધારાસભ્ય કાંતિભાઈ બલર, મહેશભાઈ સવાણી, મનહરભાઈ સાચપરા (યુરો ફૂડસ) શૈલેષભાઈ રામાણી (આશાદીપ સ્કૂલ) દ્વારા થયું હતું, વિશેષ માહિતી આપતા પ્રમુખ રાકેશભાઈ દાઢી એ જણાવ્યું હતું કે કોરોનાકાળમાં રક્તની તીવ્ર અછત છે ત્યારે 352 રક્તદાન યુનિટ દ્વારા લોકહિતનાં કાર્ય માટે પ્રયાસ કરાયો હતો મેગા રક્તદાન કેમ્પમાં સમાજલક્ષી સેવાકાર્યનું કાર્ય થયું ત્યારે ખુબ મોટી સંખ્યામાં સેવાકીય, સામાજીક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Author : Gujaratenews