ભારતીય રેલવેની સહાયક કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન ટ્રેન ટિકિટ બુકિંગથી લઈને ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. આટલું જ નહીં, તમે IRCTCની મદદથી દર મહિને હજારો રૂપિયા કમાણી કરી શકો છો. તેના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તેના માટે તમારે બસ ટિકિટ એજન્ટ બનવાનું રહેશે. જે હેઠળ રેલવે કાઉન્ટર પર ક્લર્ક ટિકિટ આપે છે તેજ રીતે તમારે પણ યાત્રીઓની ટિકિટ કાપવાની રહેશે. કઈ રીતે કરશો એપ્લાય?
સૌથી પહેલા ઓનલાઈન ટિકિટ કટ કરવા માટે તમારે IRCTCની વેબસાઈટ પર જઈને એજન્ટ બનવા માટે એપ્લાય કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે એક ઓથરાઈઝ્ડ ટિકિટ બુકિંગ એજન્ટ બની જશો. પછી તમે ટિકિટ બુક કરી શકો છો. ટિકિટ બુક કરવા પર IRCTCની તરફથી એજન્ટ્સને સારુ કમીશન મળે છે.
કેટલું મળે છે કમીશન?
કોઈ પણ યાત્રીઓ માટે નોન એસી કોચની ટિકિટ બુક કરવા પર 20 રૂપિયા પ્રતિ ટિકિટ અને એસી ક્લાસની ટિકિટ બુક કરવા પર 40 રૂપિયા પ્રતિ ટિકિટનું કમીશન મળે છે. આ ઉપરાંત ટિકિટની કિંમતના એક ટકા પણ એજન્ટને આપવામાં આવે છે. IRCTCના એજન્ટ બનવાનો વધુ એક સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ટિકિટ બુક કરવાની કોઈ લિમિટ નથી. મહિનામાં તમે ઈચ્છો તેટલી ટિકિટ બુક કરી શકો છો. આ ઉપરાંત 15 મિનિટમાં તત્કાલ ટિકિટ બુક કરવાનું પણ વિકલ્પ મળે છે. એક એજન્ટના રૂપમાં તમે ટ્રેન ઉપરાંત ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ટિકિટ પણ બુક કરી શકો છો.
કેટલી થશે કમાણી?
એક મહિનામાં જેટલી ટિકિટ એજન્ટ બુક કરી શકે છે. તેની કોઈ સીમા નથી. માટે કોઈ પણ મહિનામાં અસીમિત સંખ્યામાં ટિકિટ બુક કરી શકે છે. એજન્ટોને પ્રત્યેક બુકિંગ અને લેવડદેવડ પર એક કમીશન મળે છે. એક એજન્ટ પ્રતિ મહિના 80,000 રૂપિયા સુધીની રેગ્યુલર ઈનકમ મેળવી શકે છે. જો કામ ઓછુ થયું કે મંદી રહી તો પણ સરેરાશ 40 50 હજાર રૂપિયાની કમાણી કરી શકાય છે.
કેટલી ફિ આપવી પડશે?
જો તમે એક વર્ષ માટે એજન્ટ બનવા માંગો છો તો IRCTCને 3,999 રૂપિયા સુધીની ફિ ભરવાની રહેશે. જ્યારે બે વર્ષ માટે આ ચાર્જ 6,999 રૂપિયા છે. ત્યાં જ એક એજન્ટની રીતે એક મહિનામાં 100 ટિકિટ બુક કરવા પર પ્રતિ ટિકિટ 10 રૂપિયાની ફી આપવાની રહેશે. જ્યારે એક મહિનામાં 101થી 300 ટિકિટ બુક કરવા પર પ્રતિ ટિકિટ 8 રૂપિયા અને એક મહિનામાં 300થી વધારે ટિકિટ બુક કરવા પર પ્રતિ ટિકિટ પાંચ રૂપિયાની ફી આપવાની રહેશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024