હિંદુ સંસ્કૃતિ મુજબ અનોખા લગ્ન: હિંમતનગરમાં વિદેશી યુવક-યુવતીના હિન્દુ વિધિથી લગ્ન; પીઠી ચોળી, લગ્નગીતો ગવાયાં
22-Dec-2021
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના સાકરોડિયા ગામમાં વિદેશી યુવતીનુ કન્યાદાન કરવામાં આવ્યુ હતુ. રશિયન યુવતી જૂલિયાના લગ્ન જર્મન ઉધોગપતિના પુત્ર સાથે થયા હતા. બંનેના લગ્ન સાકરોડિયા ગામે લાલભાઇ પટેલના પ્રાંગણમાં યોજવામાં આવ્યા હતા. બંનેને વિયેતનામમાં પ્રેમ પાંગર્યો હતો. ત્યારબાદ બંને લગ્ન કરવાના નિર્ણય પર આવતા તેઓએ હિન્દૂ વિધી પ્રમાણે લગ્ન કરવાનુ નક્કિ કર્યુ હતુ. બંને જણાને ધર્મ પ્રત્યેના જ્ઞાનને મેળવવાનો રસ છે. જેને લઇને બંને અવારનવાર ભારતની મુલાકાત લઇ ચુક્યા છે. તેઓએ ભારતીય સંસ્કૃતીથી આકર્ષાઇને ભારતીય પરંપરા મુજબ લગ્ન કરવા માટે નિર્ણય કર્યો હતો. આ માટે તેઓએ તેમના મિત્રની મદદ લઇને સાબરકાંઠાના હિંમતનગરના ગામડામાં લગ્નનુ આયોજન કર્યુ હતુ.હિંદુ સંસ્કૃતિએ હંમેશાં વિદેશીઓને પણ આકર્ષ્યા છે. આવા જ આકર્ષણને લઈને સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના સાકરોડિયામાં અનોખા લગ્ન યોજાયા હતા, જ્યાં અલગ અલગ દેશના વર વધુએ ગુજરાતી જાનૈયાઓની હાજરીમાં સપ્તપદીના પગલાં ભરી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા હતા. સાકરોડિયામાં યોજાયેલા અનોખા લગ્નમાં વર જર્મનીનો અને કન્યા રશિયાની જેમાં જાનૈયા ગુજરાતી હતા. બે અલગ અલગ દેશના લોકો હિંદુ ધાર્મિક વિધિ વિધાનોથી લગ્નના તાંતણે જોડાયા હતા. મૂળ જર્મનીના ક્રિશ મુલર અને રશિયાની જુલિયા ઉખવાકટીનાને ભારતના આધ્યાત્મે આકર્ષેલા, અને આ જ અધ્યાત્મ તેમનાં મંગલ પરિણયમાં પરિણમ્યું હતું. તેમની હિંદુ વિધિથી લગ્ન કરવાની ઇચ્છા પણ ફળીભૂત થઈ હતી. વર વધૂને પીઠી પણ ચોળાઈ હતી. લગ્ન ગીત પણ ગવાયા અને કન્યાદાન પણ અપાયું. જુલિયા અને ક્રિશ બંને અધ્યાત્ત્મની શોધમાં છે અને તેઓ દાદા ભગવાનથી આકર્ષાયેલા છે. આ આકર્ષણ તેમને સાકરોડિયા ગામમાં ખેંચી લાવ્યુ. તેમના મિત્રને હિંદુ ધાર્મિક વિધિથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને તરત જ કંકુના કરાયા. કંકોત્રીઓ છપાઈ, કન્યા અને વર પક્ષનું સ્થાન એમના મિત્રના પરિવારજનોએ લીધું અને લગ્ન સંપન્ન થયા હતા.બંનેના લગ્નમાં સ્થાનિક લોકો ઉપરાંત આગેવાનો પણ નવ દંપતિને આશિર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જર્મન વરરાજા ક્રિસ મૂલ્લર ઘોડે ચઢીને માંડવે પહોંચ્યો હતો. જ્યાં તેણે સાત ફેરા જૂલિયા સાથે ફરીને લગ્નનના તાંતણે બંધાયો હતો. યુવતી વિયેતનામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી ચૂકી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024