પેટ્રોલની આગે કૂચ , દેશમાં પહેલી વખત પેટ્રોલ 120 અને ડીઝલ 110 રૂપિયા પ્રતિ લીટરની નજીક, આજે ફરી કિંમતમાં વધારો થયો

22-Oct-2021

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. ત્યારે દેશમાં પહેલી વખત પેટ્રોલ 120 અને ડીઝલ 110 ની નજીક પહોંચી ગયું છે. ત્યારે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 119.05 રૂપિયા અને ડીઝલ 109.88 રૂપિયા પ્રતિ લીટર છે. ત્યારે શુક્રવાર આજે 22 ઓક્ટોબરે સ્થાનિક તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે.ત્યારે આજે દિલ્હીમાં ફરી એક વખત પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને ડીઝલ પણ 35 પૈસા મોંઘુ થયું છે.

Author : Gujaratenews