ચીનની લિયાઓનિંગ પ્રાંતની રેસ્ટોરન્ટમાં ગેસ વિસ્ફોટ, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

21-Oct-2021

ચીનમાં (China) ગુરુવારે મોટો અકસ્માત થયો છે. લિયાઓનિંગ પ્રાંતના શેનયાંગમાં એક રેસ્ટોરન્ટમાં ગેસ વિસ્ફોટ (Gas Explosion) થયો છે. જે બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ ઘટના સવારે થઇ હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 33 લોકો ઘાયલ થયા હતા. હજુ સુધી આ આગથી કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. આ બાદ એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વિસ્ફોટ બાદ લોકો બચવા માટે દોડા-દોડી કરી રહ્યા છે. ઇમારતોનો કાટમાળ ચારે બાજુ વેરવિખેર છે. ગેસ બ્લાસ્ટને કારણે સમગ્ર આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું. સાત માળની ઇમારત પણ નાશ પામી છે. માહિતી મળતાની સાથે જ બચાવ ટીમને અહીં મોકલવામાં આવી હતી. જે બાદ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

Author : Gujaratenews