સુરત : દેશવાસીઓએ વેક્સિનને લઈને ભારે જાગૃતિ દાખવી છે. ત્યારે ૧૦૦ કરોડ રસીની સિધ્ધિ પ્રસંગે સુરતમાં ટેસ્ટી લોચાનું વિનામૂલ્યે વેચાણ શરૂ કરી ઉજવણી થઈ રહી છે. પ્રથમ ૧૦૦ ગ્રાહકો કે જેણે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે તેમના માટે લોચો તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ દેશ ૧૦૦ કરોડ રસીનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશ, ભારતની આ ભૂમિ માટે ગર્વ અનુભવી રહ્યો છે. બે ગુજરાતીઓના નેતૃત્વ હેઠળ જયારે આ સિધ્ધિ પ્રાપ્ત થઈ રહી હોય ત્યારે ગુજરાત વિશેષ આનંદ અનુભવે એ સ્વભાવિક છે અને એટલે જ લોચો ખવડાવીને સુરતવાસીઓને ખુશ કર્યા છે.
આ ઉજવણી કાર્ય Yellow PEAS Locho & Dhokla & Fast Food દ્વારા સુરતમાં કરવામાં આવી રહ્યું છે.
Join :Facebook, WhatsApp, Telegram
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025