કંડલા પોર્ટ પરથી 3000 કરોડનું હેરોઇન ઝડપાયું, 250 કિલોગ્રામથી વધુ હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું
21-Apr-2022
પ્રતિકાત્મક તસવીર.
ગુજરાતમાં હજુ નશાનો કાળો કારોબાર બંધ થયો નથી. ફરી કચ્છના કંડલા પોર્ટ પરથી મોટીમાત્રામાં હેરોઇનનો જથ્થો જપ્ત થયો છે. ગુજરાત એટીએસ અને ડીઆરઆઇની કાર્યવાહીમાં એક કેન્ટનરમાંથી આશરે 250 કિલોગ્રામનું અને કુલ કિંમત 3000 કરોડનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. હાલ આ અંગે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.
કચ્છમાં કંડલા પોર્ટ પરથી 3000 કરોડનું ઝડપાયું છે હેરોઇન. એટીએસ અને ડીઆરઆઇનએ સયુંકત સફળ ઓપરેશન પાર પાડયું છે. જથ્થો કન્ટેનર્સમાં આવ્યો હતો. અફઘાનિસ્તાનથી હેરોઇનનો જથ્થો આવ્યો હોવાની આશંકા છે. અંદાજે 3 હજાર કરોડના હેરોઇન હોવાની આશંકા છે.250 કિલોગ્રામથી વધુનું હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું હતું.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024