વર્લ્ડ વોર-૨ પછી યુક્રેન પર રશિયા દુનિયાનો સૌથી મોટો હુમલો કરવાની ફિરાકમાં, ૫૦૦૦ સૈનિકો પોલેન્ડ મોકલ્યા,... તો દુનિયાનો સૌથી મોટો હુમલો હશે: બ્રિટન

21-Feb-2022

Representative image.

યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકા સતત દાવા કરી રહ્યું છે કે રશિયા કોઈપણ સમયે યુક્રેન પર આક્રમણ કરી શકે છે. આવા સંજોગોમાં હવે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસને ડરામણી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન યુરોપમાં બીજા વિશ્વ યુદ્ધ પછીના સૌથી મોટા આક્રમણની તૈયારી કરી રહ્યા છે. બીજીબાજુ પૂર્વીય યુક્રેનમાં રશિયા સમર્થક બળવાખોરોની હિંસા વચ્ચે રશિયાએ અમેરિકા, પશ્ચિમી દેશોની ચેતવણીઓ છતાં યુક્રેન નજીક બેલારુસમાં રશિયન અને બેલારુસના સૈન્ય દળોની કવાયત લંબાવી છે.

બ્રિટનના વડાપ્રધાને જણાવ્યું હતું કે, એવા સંકેતો મળી રહ્યા છે કે પુતિને યુદ્ધની યોજના કંઈક અંશે શરૂ પણ કરી દીધી છે. ગુપ્ત રિપોર્ટો જણાવે છે કે રશિયા બેલારુસના રસ્તે આક્રમણની તૈયારી કરી રહ્યું છે, જેથી ૨૮ લાખની વસતી ધરાવતા યુક્રેનની રાજધાની કીવને ઘેરી શકાય. મ્યુનિચ સુરક્ષા સંમેલન પછી બ્રિટિશ વડાપ્રધાને જણાવ્યું હતું કે, જે યોજના અમે જોઈ રહ્યા છો, તે મુજબ વ્યાપક્તાના '', આધારે વર્ષ ૧૯૪૫ પછી યુરોપમાં આ સૌથી મોટું યુદ્ધ હોવાની શક્યતા છે.

અમેરિકન પ્રમુખ બાઈડને રશિયા આગામી દિવસોમાં યુક્રેન પર હુમલો કરવાનો ઈરાદો ધરાવે છે તેવા દાવાના સમયે બ્રિટિશ વડાપ્રધાને આ ચેતવણી આપી છે. જોહ્નસને જણાવ્યું કે, યુક્રેનના પૂર્વીય વિસ્તારમાં રશિયા સમર્થક બળવાખોરોનો હુમલો મોટા આક્રમણની શરૂઆત માત્ર હોઈ શકે છે.

દરમિયાન અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસે રશિયાને ચેતવણી આપી હતી કે તે યુક્રેન પર હુમલો ક૨શે તો તેની ‘અભૂતપૂર્વ’ આર્થિક કિંમત ચૂકવવી રશિયા અને યુક્રેન વચ્ચેના ઘર્ષણને ધ્યાને રાખી અમેરિકાએ પોલેન્ડમાં વધુ પાંચ હજાર સૈનિકો મોકલ્યા છે. અમેરિકા નાટો સંગઠનનો ભાગ હોવાથી ત્યાં પહેલાંથી જ ચાર હજાર સૈનિકો કાયમી ધોરણે તૈનાત છે. રશિયા યુક્રેન પર આક્રમણ કરશે તેવી આશંકાને ધ્યાને રાખી વધુ આ સૈનિકો પોલેન્ડની સરહદે પહોંચી રહ્યાં છે.

Author : Gujaratenews