આર્મીમાં દીકરી છવિએ ગળાફાંસો ખાધો, મોબાઈલ જોતા જ પિતાના હોંશ ઉડી ગયા

20-Oct-2021

UP: એક ખૂબ જ શોકિંગ અને આઘાતજનક બનાવ સામે આવ્યો છે. ભારતીય આર્મીમાં લાન્સ નાયક પદ પર તૈનાત 22 વર્ષની યુવતીએ જીવન ટૂંકાવી લીધું હતું. કહેવાય છે કે એક યુવક તેને હેરાન કરતો હતો અને પછી તેણે આત્મહત્યા ભરવા જેવું પગલું ઉપાડ્યું. તેણે સુસાઇડ પહેલાં પિતાને મેસેજ કર્યો હતો અને તે યુવકને પોતાના મોત માટે જવાબદાર ઠેરવ્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે પ્રવીણને માફ ના કરતા. પિતાએ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ કરી છે. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.

આ હચમાચવી દેતો બનાવ ઉત્તર પ્રદેશના મથુરાનો છે. અહી રહેતી 22 વર્ષીય છવિ નામની યુવતીએ આત્મહત્યા કરી હતી. છવિ જમ્મુમાં લાન્સ નાયક પદ પર હતી. છવિ બે વર્ષ પહેલાં સૈન્યમાં દાખલ થઈ હતી. બે વર્ષની ટ્રેનિંગ બાદ મહિલા સૈન્ય કર્મીની પોસ્ટિંગ પર જમ્મુમાં લાન્સ નાયક પદ પર હતી. મહિલા સૈન્યકર્મી 2 ઓક્ટોબરના રોજ રજા લઈને ઘરે આવી હતી. તેણે 17 ઓક્ટોબરના રોજ તેણે રૂમમાં ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી.

નોકરીમાંથી આવ્યા બાદ ઉદાસ રહેતી હતી છવિઃ 2 ઓક્ટોબરે છવિ રજા લઈને ઘરે આવી તો પરિવારમાં જશ્નનો માહોલ હતો. દીકરી સેનામાં ભરતી થતાં પરિવારે ભંડારાનું આયોજન કર્યું હતું. જોકે, છવિ છેલ્લાં કેટલાંક દિવસથી ઉદાસ રહેતી હતી. પરિવારે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે કંઈ કહ્યું નહોતું.

મોબાઇલ પર દીકરીનો મેસેજ જોઈ પિતાના ઉડ્યા હોશઃ પિતાએ કહ્યું હતું કે છવિની મમ્મી પિયર ગઈ હતી. પરિવાર ઉપરના માળે સૂતો હતો અને દીકરી છવિ નીચેના માળે સૂતી હતી. રોજ સવારે જ્યારે તેઓ ઉઠ્યા તો મોબાઇલ જોયો. મોબાઇલમાં દીકરીનો મેસેજ હતો. મેસેજ વાંચ્યા બાદ તે રૂમ તરફ દોડ્યા હતા. રૂમમાં જઈને જોયું તો છવિ પંખા સાથે લટકતી હતી. તાત્કાલિક તેને પંખામાંથી નીચે ઉતારીને મિલિટ્રી હોસ્પિટલ લઈ ગયા હતા. અહીંયા ડૉક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.

છેડતીથી ત્રાસીને આત્મહત્યા કરીઃ મહિલા સૈન્યકર્મીના પિતાએ કહ્યું હતું કે દીકરી કેટલાંક દિવસોથી મુશ્કેલીમાં હતી. પરિવારે વાત કરી પરંતુ કંઈ જ કહ્યું નહોતું. સુસાઇડ નોટમાં મોત માટે એક યુવકને જવાબદાર ઠેરવ્યો છે. છોકરાએ અશ્લીલ ફોટો બનાવીને સો.મીડિયામાં વાઇરલ કરવાની વાત કરી છે. સુસાઇડ નોટને આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

મેસેજમાં શું હતું? છવિએ મેસેજમાં કહ્યું હતું, ‘પપ્પા મેં તમને કહ્યું નહીં, પ્રવીણે મને ફોસલાવીને 31 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે બોલાવી હતી. 4 દિવસ મને ઘરમાં રાખી હતી. નશીલા પદાર્થ ખવડાવીને મારી બ્લૂ ફિલ્મ બનાવી હતી અને અશ્લીલ તસવીરો ક્લિક કરી હતી. આ બધી જ વાઇરલ કરી હતી. જો હું કંઈ કરું તો તેણે મને, ભાઈ તથા તમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે મારે તેની સાથે જ લગ્ન કરવા પડશે. તમારી ને મારી બદનામી થશે. આ જ કારણે હું આ પગલું ભરી રહી છું. તમે પ્રવીણને માફ ના કરતા.’

Author : Gujaratenews