મોટા સમાચાર ! મહારાષ્ટ્રમાં સોમવારથી ખુલી શકે છે સ્કુલ, શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આપી આ મહત્વની માહીતી
20-Jan-2022
Maharashtra's School Education Minister Varsha Gaikwad. (File Image)
મહારાષ્ટ્રમાં શાળાએ (School in Maharashtra) જતા વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર છે. રાજ્યમાં સોમવારથી શાળાઓ ખુલી શકે (School reopening in maharashtra) છે. શિક્ષણ વિભાગે આ સંબંધિત પ્રસ્તાવ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મોકલી આપ્યો છે. શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આ અંગે માહિતી આપી છે. બુધવારે પત્રકારો સાથે વાત કરતા વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને દરખાસ્ત મોકલવામાં આવી છે કે રાજ્યમાં જ્યાં પણ કોરોનાનું સંક્રમણ ઓછું છે. ત્યાં સ્થાનિક વહીવટીતંત્રને શાળાઓ શરૂ કરવાનો અધિકાર આપવો જોઈએ અને શાળાઓ શરૂ કરવી જોઈએ. એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં રાજ્યમાં સોમવારથી શાળા શરૂ થાય તેવી શક્યતા છે.
કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા રાજ્ય સરકારે રાજ્યની તમામ શાળાઓને 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ઘણા શાળા પ્રશાસન અને વાલીઓએ આ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી છે અને શાળા ખોલવા માટે સોશિયલ મીડિયા પર સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શાળા પ્રશાસનની માંગ છે કે શાળા બંધ રાખવાને બદલે કોરોનાના નિયમોનું પાલન કરીને શાળા ચાલુ કરવા દેવામાં આવે. આ દરમિયાન, વર્ષા ગાયકવાડે બુધવારે માહિતી આપી હતી કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ ખોલવા સંબંધિત પ્રસ્તાવ મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યો છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024