નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય લાભનો આગામી હો ૯ ઓગસ્ટ બપોરે ૧૨.૩૦ કલાક વીડિયો કોન્ફરન્સ દ્વારા જારી કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક અખબારી યાદીમાં તેની સૂચના યાદીમાં કહેવામાં આવ્યું છે કે, તેનાથી ૯.૭૫ કરોડથી વધુ કિસાન પરિવારોના ખાતામાં ૧૯૫૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ સીધી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદી કિસાનો સાથે વાતચીત પણ કરશે અને રાષ્ટ્રને સંબોધિત કરશે.પીએમ કિસાન યોજના હેઠળ કિસાન પરિવારોને ૬૦૦૦ રૂપિયા પ્રતિ વર્ષ આપવામાં આવે છે.
Author : Gujaratenews
11-Apr-2025