અરવલ્લી જીલ્લા માહિતી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીની મનમાની : ઇન્ફોરમેશન ગ્રુપમાંથી વરીષ્ઠ પત્રકારને રીમુવ કરી દીધા
19-Nov-2021
કહેવાય છે કે ચા કરતા કીટલી વધારે ગરમ હોય છે અને આ કહેવત અરવલ્લી જિલ્લામાં હંગામી ધોરણે કેમરામેન તરીકે ફરજ બજાવતા કર્મચારીએ સાર્થક કરી છે. જિલ્લાની માહિતી કચેરી અસ્તિત્વ આવી ત્યારથી હંગામી ધોરણે નિમણુંક પામેલ એક કર્મચારી જાણે પોતે માહિતી અધિકારી હોય તેમ સમજી રહ્યો છે આ હંગામી કર્મીની દાદાગીરી વધી હોય તેમ હવે બેફામ વર્તન લાગ્યો છે તેવુ પત્રકાર આલમમાં ચર્ચાઇ રહ્યુ છે.અવારનવાર પત્રકારો સાથે બીનજરૂરી બહસ કરતો આ કર્મચારી હવે જાણે પોતે માહિતી અધિકારી હોય તેવો રોફ જમાવી રહ્યો છે.અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમય થી મહેકમ ના અભાવે પત્રકારોને અગવડો ઉભી થવાની સમસ્યાઓ આવતી રહે છે. ત્યારે ગતરોજ જીલ્લાના ઇન્ફોર્મેશન ગ્રુપમાંથી છેલ્લા ૧૫ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલ વરીષ્ઠ પત્રકારને અગમ્ય કારણોસર રીમુવ કરી દેતા પત્રકાર આલમમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે
20-Aug-2024