સુરત : દિવાળીના સમયે બજારમાં રોનક કરતા વાસ્તવિક ચિત્ર કંઇક ઊલટું જણાઈ રહ્યું છે. નોટબંધી, કોરોનાકાળ અને લોકડાઉન (lockdown)ના કારણે ધંધા બંધ રહેતા આર્થિક રીતે લોકો પડી ભાંગ્યા છે. શહેરમાં રોજના અંદાજે બેથી ત્રણ લોકો આપઘાત જેવું અંતિમ પગલું ભરવાથી અચકાતા નથી.
કોરોનાની બીમારી બાદ માનસિક રીતે પડી ભાંગેલા અડાજણના બેંક મેનેજરનો આપઘાત : મોટા વરાછાની બેંક ઓફ બરોડાના આસિ. મેનેજર ધીરેન્દ્ર વર્મા ગત ડિસેમ્બરમાં કોરોનામાં સપડાયા હતા.જેથી કંટાળી જઇને ગઈકાલે સાથે બેંક કર્મચારી વિરેન્દ્ર વર્માએ પોતાના ઘરમાં પંખા સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે જાણ થતાં અડાજણ પોલીસે દોડી જઈને મૃતકનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું.
યોગીચોકના રત્નકલાકારનો ઝેરી દવા ગટગટાવીને આપઘાત: યોગીચોક વિસ્તારમાં રહેતા રત્નકલાકારે કોઇ અગમ્ચ કારણે ઝેરી દવા ગટગટાવી લઇને આપઘાત કરી જીવતર ટુંકાવી દીધું હતું. યોગીચોક ખાતે આવેલ ગોદાવરી પાર્કમાં રહેતાં મયુર લક્ષમણ કાનપરિયા (ઉ.૩૫) હિરાના કારખાનામાં કામ કરીને પરિવારનું ભરણપોષણ કરતો હતો. રત્નકલાકાર મયુરના અગાઉ લગ્ન કર્યા હતા એ પછી છુટાછેડા થતા બીજા લગ્ન કર્યાં હતા. ત્યારે તેણે કોઇ અગમ્ય કારણે ગઇકાલે બપોરે પોતાના ઘર શેરી દવા પી લીધી. મુળ ગોંડલના રહેવાસી મયુરના આ પગલાથી પોલીસે તપાસ હાથ ધરી છે.
ડિંડોલીના કોલેજિયન યુવકનો આપઘાત, પરીક્ષાને લીધે તણાવમાં હોવાની શક્યતા : અઠવા લાઇન્સ પીટી સાઇન્સ કોલેજમાં બીએસસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો તેમનો પુત્ર જીતેશ (ઉ.૨૧) ઘરે હતો. પુત્ર જીતેશની પરિક્ષા હોવાના કારણે તૈયારી કરવા માટે ઘરે રહયો હતો. બીજીતરફ પાત્રે પરિવાર સગાઇના પ્રસંગમાંથી ઘરે પરત ફર્યો હતો, ત્યારે ઘરનો અંદરનો દરવાજો બંધ હતો, દરવાજો ખોલવા માટે સતત કોલ કર્યા, દરવાજો ખખડાવ્યો હતો. ડોર બેલ વગાડયો હતો. છતાં કોઇ જવાબ નહીં મળતાં બારીમાંથી નજર કરતાં તેના ભાઇ મનીષે પંખા સાથે લટકતી હાલતમાં જીતેશને જોયો હતો.જીતેશને બચાવવા માટે તાત્કાલિક પરિવારે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ તેને મૃત જાહેર કર્યો હતો. અભ્યાસમાં હોશિયાર એવા જીતેશની પરિક્ષા શરૂ થઇ રહી હતી, ત્યારે કયાં કારણે આપઘાત કર્યો એ રહસ્ય અકબંધ રહયુ છે. જોકે પરિક્ષાના ટેન્શનના કારણે આપઘાત કર્યો હોય શકે છે, એવી શંકા પોલીસે સેવી છે. પોલીસે મૃતકનો મોબાઇલ ફોન કબજે કરીને વધુ તપાસ આદરી છે.
ધતુરાના ફૂલ ખાઇને પાંડેસરાના આધેડનો આપઘાત : પાંડેસરાના આધેડ વયસ્કે અગમ્ય કારણસર ધતુરાના ફુલ ખાઇ જતાં તેને ઝેરી અસર થઇ હતી. એ પછી પુત્ર આધેડ પિતાને સારવાર અર્થે નવી સિવીલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં સારવાર મેળવે એ પહેલા જ તેનું મોત નિપજયુ હતુ. પાંડેસરા સ્થિત સત્યનારાયણનગરમાં રહેતાં ચિરંજીલાલ રામવિલાસ ગુપ્તા (ઉ.૬૦) (મુળ રહે, શંકરગઢ, અલ્હાબાદ, ઉત્તરપ્રદેશ) હાલ નિવૃત જીવન ગુજારી રહ્યા હતા. પરિવારના મોભી ચિંરજીલાલ ગુપ્તાએ આજે બપોરે કોઇ અગમ્ય કારણે ધતુરાના ફુલ ખાઇ લીધા હતા, એ પછી તેમને શરીરમાં ઝેરી અસર થતાં પુત્ર આકાશ નવી સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો. જોકે વધુ સા૨વા૨ મેળવે એ પહેલા ચિંરજીલાલનું મોત નિપજ્યું હતું. કયાં કારણે અંતિમ પગલુ ભર્યુ એ બાબત રહસ્યમય બની છે.
ઉત્રાણ અને ઉનપાટીયાની 2 પરિણીતાએ જીવન ટૂંકાવ્યું : અમરોલી ઉત્રાણ અને ઉનપાટિયા વિસ્તારમાં રહેતી બે પરિણિતાઓએ જુદા જુદા બનાવમાં આપઘાત કરીને મોતને વહાલુ કર્યુ છે. અમરોલી પોલીસના જણાવ્યા મુજબ ઉત્રાણ સ્થિત વિકટોરીયા હેરીટેજમાં રહેતા રાજેશ કેશવ જીવાણી (મુળ રહે, સુરનિવાસ, તા.ગારીયાધાર, જી,ભાવનગ૨) એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવે છે. ગઇકાલે બપોરે તેમની પત્ની વિભા (ઉ.૪૩) એ કોઇ અગમ્ય કારણે અનાજમાં નાંખવી ઝેરી ગોળીઓ ખાઇ લીધી હતી. જે અંગે પુત્ર જીલને જાણ થતાં ખાનગી હોસ્પિટલમાં માતા વિભા ને ખસેડી હતી. બપોરે ટુંકી સારવાર હેઠળ તેણીનું મોત નિપજયુ હતુ. તેણીએ કયાં કારણે અંતિમ પગલુ ભર્યુ એ બાબતે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.અન્ય બનાવ અંગે મળતી વિગત મુજબ ઉનપાટિયા વિસ્તારમાં આવેલ સત્યનારાયણનગરમાં રહેતી રીન્કી મુકેશ ચમાર (ઉ.૨૮) એ ગઇકાલે રાતે પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સચીન જીઆઇડીસી પોલીસે તપાસ કરતાં પતિ કાપડના કારખાનામાં કામ કરતો હોવાથી રાતે ઘરે આવવામાં મોડુ થતુ હોવાથી નારાજ થઇને રીન્કીએ આપઘાત કરી લીધો હતો.
20-Aug-2024