પેપર લીક કૌભાંડ: પેપરલીકમાં 11માંથી આ 8 લોકોની થઈ ધરપકડ, જેમણે 88 હજાર ઉમેદવારોનું સપનુ રગદોળ્યું
18-Dec-2021
Ahmedabad: સાબરકાંઠા ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળની હેડ ક્લાર્કની પરીક્ષામાં થયેલા પેપરલીક કાંડમાં 11 આરોપી વિરુદ્ધ સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાંથી પોલીસે 8 આરોપીને ઝડપી લીધા છે. જ્યારે અન્ય 3 આરોપીની શોધખોળ ચાલી રહી છે. ઓછા નો આરોપી જયેશ પટેલ મુખ્ય સૂત્રધાર છે. હાલ તે ફરાર છે. ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પગલાં લેવાની બાંહેધરી આપ્યા બાદ આપ નેતા યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરીને તેમાં તેમણે કહ્યું હતું કે સરકારે પેપર ફુટ્યાનુ સ્વિકાર્યુ છે. પરંતુ સરકારે જે કલમ લગાવી છે તે હળવી કલમ છે. પેપર હિંમતનગરથી લીક થયુ હતુ. તો તેના છેડા છેક ગાંધીનગર સુધી હોવાની શક્યતા છે.
પેપરલીક કેસમાં આ 11 લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું હેડ ક્લાર્ક પેપર લીક (head clerk exam) થયાના છ દિવસ બાદ આખરે ગુજરાત સરકારે (gujarat government) પેપર ફૂટ્યાનો સ્વીકાર કર્યો છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 11 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પેપર લીક કેસ (paper leak) માં દાખલારૂપ સજા આપવાની ગૃહ રાજ્યંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે. ત્યારે આખરે પેપર લીકના કૌભાંડીઓના નામ સામે આવી ગયા છે. તમામ 8 આરોપીઓને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે. પોલીસ જાપ્તામાં તેમને એસપીની ઓફિસમાં લાવવામા આવ્યા છે. લાખો રૂપિયા ખવડાવીને પેપર લીક (paper leak gujarat) કરનારા આ કૌભાંડીઓએ 88 હજાર યુવાનોના સપના રગદોળ્યા છે, જેઓ સરકારી નોકરી જોવાના ખ્વાબ જોતા હતા, અને તેના માટે અથાગ મહેનત કરી હતી. આ કૌભાંડીઓએ તેમની મહેનત પર પાણી ફેરવ્યુ છે.
પેપર લીકના કૌભાંડીઓના નામ
1.ધ્રુવ ભરતભાઈ બારોટ, બેરણા
2.મહેશ કમલેશભાઈ પટેલ, ન્યૂ રાણીપ, અમદાવાદ
3.ચિંતન પ્રવીણભાઈ પટેલ, પ્રાંતિજ
4.કુલદીપ નલીનભાઈ પટેલ, કાણીયોલ, હિંમતનગર
5.દર્શન કિરીટભાઈ વ્યાસ, મહાવીરનગર, હિંમતનગર
6.સુરેશ પટેલ
7. મહેશભાઈ એસપટેલ
8. જશવંતભાઈ હરગોવનભાઈ પટેલ ઊંછાપ્રાંતિજ
અન્ય 3 આરોપી ફરાર
9 દેવલ જશવંતભાઈ પટેલ ઊંછા પ્રાંતિજ
10 સતીષ ઉર્ફે હેપ્પી પટેલ પાટનાકુવા તાલુકો
11.જયેશ ઈશ્વરભાઈ પટેલ ઊંછા પ્રાંતિજ
પ્રાતિજ પોલીસ સ્ટેશનમાં નીચેની IPC કલમ હેઠળ નોંધાઈ છે ફરિયાદ
406 - ગુનાહિત વિશ્વાસઘાત
409 - એજન્ટ તરીકે ગુનાહિત વિશ્વાસઘાત
420 - ઠગાઈ કરવા બદદાનતથી મિલકત આપી દેવા લલચાવવા
120 B - ગુનાહિત કાવતરાની શિક્ષા
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024