SURAT : સુરત હંમેશા ખુબસુરત સેવા માટે જાણીતું છે એમાં આજે શહેરની એક સંસ્થાએ વડીલોને ભોજન સાથે વિનામૂલ્યે યાત્રા કરાવી હતી,
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ યાત્રા થઈ હતી આ સંસ્થાનાં સેવાભાવી યુવાનો દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમો, બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમો,દિવાળી પર્વ નિમિતે સ્માઈલ કીટ વિતરણ, ફ્રી મેડિકલ કેમ્પ,લોકડાઉન દરમ્યાન કરિયાણા કીટ વિતરણ,વેકસીનેશ કેમ્પ, પ્રથમ આઇસોલેશન સેન્ટર,મેડિકલ સહાય,જેવી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થઈ રહી છે, જેમાંની વધુ એક સેવાકીય પ્રવૃત્તિ એટલે વડીલ વંદના આનંદ કાર્યક્રમ તારીખ:-17/10/2021 ને રવિવાર ના રોજ 56 વડીલો સાથે સંસ્થાના પ્રમુખ અંકિત બુટાણીની આગેવાનીમાં હરેશ દુધાત, ભરત તેજાણી, વિપુલ નસીત, પ્રકાશ કોરાટ, કેનીલ લીંબાણી, ભાવેશ કાકડિયા, ભાવેશ દેસાઈ, તેમજ ધર્મિષ્ઠા બલર, કોમલ ઢોલા, અસ્મિતા કુકડીયા, મનીષા સવાણી સહીત સંસ્થાના સભ્યોના સથવારે સ્પેશિયલ બસ દ્વારા સવારે 07:30 કલાકે ક્લાકુંજથી શુભ શરૂઆત કરી, વડીલો સાથે આનંદ ગમ્મત મોટીવેશન અને છેલ્લે આશીર્વાદનાં આશયથી વડીલ વંદના કાર્યક્રમની વિનામુલ્યે શુભ શરૂઆત કરવામાં આવી હતી,
જેમાં સંસ્થાના યુવાનો દ્વારા વડીલોને સવારે મહાપ્રભુજીની બેઠક, રૂસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર, સૂર્યપુત્રી તાપી તટે ગર્લતેશ્વર મંદિરે 12 જ્યોતિર્લિંગમાં બિરાજમાન દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ ના દર્શન કરીને બપોરે ફાર્મ હાઉસમાં જમણ કરીને બપોર પછી સંસ્થાના સભ્ય અને મોટીવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસીયા દ્વારા ફેમિલી રિલેશનશિપ ડેવલપમેન્ટ સેમિનાર યોજવામાં આવ્યો હતો, અને વડીલોના અલગ અલગ પ્રશ્નોનું ખુબજ સુંદર રીતે નિરાકરણના ઉપાયો સાથેની વાતોથી વડીલોને પ્રભાવીત કર્યા હતા, ત્યારબાદ યાત્રા દાદા ભગવાન મંદિરની સાંજની આરતી કરીને ભોજન લઈને સ્વામિનારાયણ મંદિર કલાકુંજ પર પૂર્ણ કરવામાં આવી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024