સાબરડેરીના એમપીઓ તેમ જ વેટનરી વિભાગના સયુંકત ઉપક્રમે માલપુર તાલુકાના પૂર્વ વિભાગની દુધમંડળીઓના ચેરમેન ,સેક્રેટરી ઓ તેમજ મહિલા સભાસદોની જૉનલ મિટિંગનું અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ મીની પ્રવાસ ધામ કલેશ્વરી ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં સાબરડેરી તેમજ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના ચેરમેન તેમજ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ ના ડિરેકટર માનનીય શામળભાઈ .બી.પટેલ સાહેબ તેમજ સાબરડેરી ના ડિરેકટર તથા બાયડ-માલપુર વિધાનસભા ના ધારાસભ્ય માનનીય શ્રી જશુ ભાઈ પટેલ સાહેબ હાજરી આપેલ છે.સાબરડેરી એમપીઓ વિભાગ ના વડા ડોકટર એમ.એન પટેલ સાહેબ તેમજ વેટનરી વિભાગ ના વડા ડોકટર કે.આર.પટેલ હાજર સભાસદોને પશુપાલન ના ધંધા વિશે તેમજ સ્વચ્છ અને ગુણવતા યુક્ત દૂધસમપાદન વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપેલ છે.માનનીય ચેરમેન સાહેબએ સભાસદો પશુપાલન ના ધંધા માં વધુમાં વધુ રસ લેતા થાય તેમજ વધુ પશુઓ રાખી એકમ દીઠ દૂધઉત્પાદન વધે તે માટે ડેરી તેમજ સરકારશ્રી દ્વારા અમલ કરવા માં આવેલ વિવિધ યોજનાઓ વિશે માહિતી આપેલ
..સદર મિટિંગને સફળ બનાવવામાં ધનસુરા એમપીઓ સ્ટાફ તેમજ ઇન્ચાર્જ ,સુપરવાઈઝર ,માલપુર વેટનરી સ્ટાફએ ભારે જહેમત ઉઠાવેલ છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024