કોંગ્રેસને ગુજરાતમાં બેઠી કરવા મોટી ઉથલપાથલના એંધાણ, હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી બનશે હુકમનો એક્કો

17-Oct-2021

ગુજરાત કોંગ્રેસની રાજનીતિમાં મોટી હલચલ થવાના એંધાણ છે. યુવા નેતાઓ હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીને દિલ્હીથી તેડુ આવતા ગુજરાત કોંગ્રેસમાં ખૂબ મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, યુવા ચહેરાઓને ગુજરાત કોંગ્રેસમાં મોટી જવાબદારી મળી શકે છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે હાર્દિક પટેલને જવાબદારી મળવાની શક્યતા છે.

 

Author : Gujaratenews