શહેરનું કોફિકિંગ કેફે દિવાળીની ઉજવણી કરશે દિલથી ! દિવાળીના 7 દિવસમાં આવતા તમામ કોફી રસિકોને 1- 1 બર્ગર જરૂરીયાતમંદોને ડોનેટ કરવા આપશે
17-Oct-2021
સુરત: શહેરનું કોફિકિંગ કેફે દિવાળીની ઉજવણી પોતાના ગ્રાહકો સાથે કરશે ! દિવાળીના 7 દિવસમાં આવતા તમામ કોફી રસિકોને 1- 1 બર્ગર જરૂરીયાતમંદોને ડોનેટ કરવા આપશેે.
શહેરમાં કોફી કિંગે ભવ્ય સફળતા મેળવી છે. દર દિવાળીના સમયે પોતાના ગ્રાહકો માટે કોઈને કોઈ સેવા કરવાનો મોકો લઈને આવે છે. આ વર્ષે પણ પોતાના ગ્રાહકોના હસ્તે જરૂરિયાતમંદોને બર્ગર ડોનેટ કરવા સાત દિવસ સુધી ખર્ચ ઉઠાવશે.
કોફી કિંગના ઓનર મિતેશભાઇ દિયોરાએ જણાવ્યું હતું કે, દરેક ધંધાર્થીઓની સામાજિક જવાબદારીઓ હોય છે, કોફી કિંગે એ માટે એક પ્લેટફોર્મ બનાવ્યું છે, જેમાં પોતાના જીવનની ખુશીઓને ઉજવવા, જન્મ દિવસ કે એનિવર્સરી પર જરૂરિયાતમંદ અથવા તો જે બાળકોએ બર્ગર જોયું જ નથી એમને બર્ગર પીરસવા માટે પડતર કિંમતે બર્ગર આપવામાં આવે છે, તથા ઉજવણી કરનાર વ્યક્તિ જેટલા પણ બર્ગર દાન કરવાના હોય એના 50% બર્ગર કોફિકીંગ પોતે ઉમેરે છે. આજ સુધી અમે 4000થી વધુ બર્ગર દાન કરી અને કરવી ચૂક્યા છીએ. દિવાળી જેવા પર્વે, દિવાલી કિંગવાલી નામનું કેમ્પેન ચલાવીએ છીએ, જેમાં કોફીકિંગ પર આવતા તમામ કોફી રસિકોને દિવાળીના 7 દિવસ દરમ્યાન જતી વખતે એક - એક બર્ગરનું પેકેટ આપવામાં આવે છે, અને એમને ઘરે કે ઓફિસ જતા વચ્ચે જરૂરિયાતમંદ લોકોને દાન કરી દેવા અપીલ કરવામાં આવે છે. સુરત શહેરે આ કેમ્પેનને ખુબ સફળતા અપાવી છે માટે કોફિકિંગ એમની પણ આભારી છે.
20-Aug-2024