એક વર્ષના વિદેશ અભ્યાસ માટે પણ રાજ્ય અનુસ્નાતક કે પી.એચડી સહિતના સરકાર લોન આપશે

17-Jun-2022

ગાંધીનગર । વિદેશોમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોન યોજના ગુજરાતમાં વિદેશમાં ચાલતા એક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમિસ્ટરના ડિપ્લોમા, સ્નાતક, કોર્ષ માટે પણ વિદ્યાર્થીઓને લોન મળી શકશે. સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના નાયબ સચિવ આર. જે.ખરાડીની સહીથી ગુરૂવારે રાતે પ્રસિધ્ધ ઠરાવમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. રાજ્યમાં વિદેશમાં ઉચ્ચ શિક્ષણ સામાજીક અને શૈક્ષણિક સ્તરે તેમજ આર્થિક પછાત વર્ગોના ઉમેદવારોને મળવાપાત્ર છે. નવા સુધારા હેઠળ અરજદાર વિદ્યાર્થીના કુંટુંબની વાર્ષિક આવક રૂ.૨.૫ લાખથી વધુ હોય તેવા કિસ્સામાં સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવતા આવકના પ્રમાણપત્ર ઉપરાંત આઈટી રિટર્ન અને સ્વઘોષણાને પણ માન્ય રાખવા નિર્ણય કરાયો છે.

Author : Gujaratenews