1993ના મોસ્ટ વોન્ટેડ સીરિયલ બ્લાસ્ટના આરોપી અને દાઉદના ખાસ સલીમ ગાઝીનું કરાચીમાં મોત

17-Jan-2022

1993ના મોસ્ટ વોન્ટેડ સિરિયલ બ્લાસ્ટ (most wanted 1993 serial blast)ના આરોપી સલીમ ગાઝી (Salim Gazi)નું શનિવારે કરાચી, પાકિસ્તાનમાં મોત થયું છે. મુંબઈ પોલીસના સૂત્રએ રવિવારે સમાચાર એજન્સી ANIને તેની જાણકારી આપી. જણાવી દઈએ કે સલીમ ગાઝી દાઉદ ગેંગનો સભ્ય હતો અને છોટા શકીલનો નજીકનો માનવામાં આવતો હતો. દાઉદ (Dawood Ibrahim) સાથે પણ તેનો ખાસ સંબંધ હતો. મીડિયામાં ચાલી રહેલા સમાચાર મુજબ સલીમ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતો. તેને હાઈ બ્લડપ્રેશર અને બીજી બીમારીઓ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે શનિવારે હાર્ટ એટેકના કારણે તેનું મોત થયું.મુંબઈ બ્લાસ્ટ દરમિયાન સલીમ ગાઝી સિવાય છોટા શકીલ, દાઉદ ઈબ્રાહિમ, ટાઈગર મેનન અને તેમના પરિવારના લોકો પણ સામેલ હતા. આ હુમલામાં લગભગ 250 લોકોના મોત થયા હતા, જ્યારે 600થી વધારે લોકો ઘાયલ થયા હતા.

Author : Gujaratenews