ચકચારિત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ: બંને પક્ષોની અંતિમ દલીલો પૂર્ણ થઈ ગઈ હોય આજે અદાલત ફેસલો સંભળાવશે

16-Apr-2022

સુરત: પાસોદરા પાટિયા સ્થિત વેકરિયા પરિવારની યુવતીની ઘાતકી હત્યા કેસનો ચુકાદો શનિવારના રોજ મુખ્ય ન્યાયાધીશ વ્યાસ જાહેર કરશે એવું મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા, બચાવ પક્ષના એડવોકેટ ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ જણાવ્યું હતું. જોકે, આ કેસની અંતિમ દલીલો બંને પક્ષો દ્વારા પૂરી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ કેસની ટૂંકી વિગત એવી છે કે, ગત તા. ૧૨મી ફેબ્રુઆરીના રોજ પાસોદરા પાટિયા લક્ષ્મીધામ રો-હાઉસ ખાતે રહેતી ગ્રીષ્મા વેકરિયાના એકતરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ ગોયાણીએ ગળા પર ચાકુ મારી ઘાતકી હત્યા કરી નાંખી હતી. કામરેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં કામરેજ પોલીસે ૭ દિવસમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ અદાલતે આરોપી સામે તહોમતનામુ ફટકારી ઈન્સાફી કાર્યવાહી શરૂ કરી હતી. બંને પક્ષોની દલીલો પૂરી થયા બાદ શિનવારના રોજ અદાલત દ્વારા તેનો અંતિમ ચુકાદો સંભળાવશે.

Author : Gujaratenews