SURAT : રવિવારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ૬૩મા વર્ચ્યુઅલ સમુહલગ્નમાં ૧૨૨ યુગલો જોડાશે

16-Feb-2022

File image

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી શુભેચ્છા આપશે, જુદા જુદા સ્થળે ૧૨૨ લગ્નમંડપનું ડીઝીટલ જોડાણ કરી જીવંત પ્રસારણ કરાશે

સામાજિક પરિવર્તન માટે હંમેશા દિશા આપનાર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી ૨૦મિ ફેબ્રુઆરી રવિવારે ૬૩માં વર્ચ્યુઅલ સમુહલગ્નોત્સ્વનું આયોજન કરવામાં આવ્યું છે. તેની વ્યવસ્થાના સંકલન માટે સંસ્થાના પ્રતિનિધિઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે મળેલી મીટીંગમાં આયોજન અને વ્યવસ્થાની માહિતી આપવામાં આવી હતી.

 

જુદા જુદા સ્થળે ૧૨૨ લગ્ન મંડપનું ડીઝીટલી જોડાણ કરી સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. તા. ૨૦ ૦૨/૨૦૨૨ને રવિવારે સાંજે ૦૫થી ૦૮ દરમ્યાન લગ્નવિધિ થશે. તેજ સમયે સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે નવયુગલોને આશીર્વચન આપવા ખાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. હિર ગ્રુપના રાકેશભાઇ દુધાત ત્રાકુડાવાળા સમારોહ ના મુખ્ય યજમાન છે. જયારે હીરા ઉદ્યોગના અગ્રણી અને શિવમ જવેર્લસ વાળા ઘનશ્યામભાઇ શંકર, એસ.આર.કે ગ્રુપના અરજણભાઇ ધોળકિયા અને કપુજેમ્સના દાળભાઇ વાધાણી સમારોહના સહયજમાન છે. જયારે મગનભાઇ ભંડેરી, નરેન્દ્રભાઇ કુકડિયા અને ભાવેશભાઇ ધોળિયા અતિથી તરીકે ઉપસ્થિત રહેનાર છે તેવી માહિતી સાથે સવજીભાઇ વેકરીયા એ સાને આવકાર્યા હતા.દરેક૧૨૨ લગ્નમંડપ ની વ્યવસ્થા માટે બે પ્રતિનિધિ તથા જીવંતપ્રસારણ તથા લગ્ન પ્રમાણપત્ર આપવા તથા વ્યવસ્થા માટે બે સ્વયંસેવકો હાજર રહેશે. દરેક મંડપ થી લગ્નવિધિ નું પ્રસારણ તથા મુખ્ય આશીર્વચન સમારોહ નું ટીવી ચેનલો તથા સોશિયલ સંકલન કરી સમગ્ર કાર્યક્રમનું મીડિયા માં જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે સમગ્ર વ્યવસ્થા કુલ પ૦ સ્વયંસેવક્મીત્રો સંભાળશે. સંસ્થાનામંત્રી અરિવંદભાઇ ધડુકસહમંત્રી કાંતિભાઇ ભંડેરી, કો.ઓડીનેટર હરિભાઇ કથીરિયા, ટ્રસ્ટી રમેશભાઇ વઘાસીયા, કાંતિભાઇ મારકણા, ગોવિંદભાઇ કબાટવાળા, પ્રભુદાસ ટી. પટેલ, ૨મેશભાઇ વાઘાણી, મનુભાઇ અમીપરા, મનજીભાઇ વાઘાણી અને પ્રવીણભાઇ દોંગા સહીત મોટી સંખ્યામાં ટ્રસ્ટી તથા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

આગામી ૨૦૨૩ માં યોજાનાર ૬૪માં સમુહલગ્નોત્સ્વ ના મુખ્ય યજમાન જે એકલારા ગ્રુપના જેન્તીભાઇ વી. એકલારા છે. જયારે ૨૦૨૪માં યોજાના ૨૬૫માં સમુહલગ્નોત્સ્વ ના મુખ્ય યજમાન એસ. આર. કે ના જયંતીભાઇ વી. નારોલા પરિવાર છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઓનલાઈન આશીર્વાદ આપશે

ઉપસ્થિત રહી નવ યુગલોને શુભેચ્છા પાઠવશે. સાથેખોડલધામના નરેશભાઇ પટેલ, સરદાર ધામના ગગજીભાઇ સુતરીયા તથા અમેરિકા થીંચતુરભાઇસભાયા ઓનલાઇન શુભેચ્છા પાઠવશે. ભારત હવે ડીઝીટલ ઇન્ડિયા બની રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સમાજે લોકોને ટેક્નોલોજી અભીમુખ બનાવવા પ્રયાસ કર્યો છે

‘પદ્મ’ ના રાષ્ટ્ર સન્માન માટે પસંદગી પામેલા સવજીભાઇ ધોળકિયા નું સૌરાષ્ટ્ર પટેલસેવા સમાજ તરફથી જાહેર અભિવાદન કરાશે. તેજ રીતે એશિયાની સૌથી મોટી ખાતર બનાવતી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન તરીકે ચૂંટાયા તે બદલ દિલીપભાઇ સંઘાણી નું વિશેષ સન્માન થશે. તે ઉપરાંત સુરતની એસ.વી.એન.આઇ.ટી કોલેજ ના બોર્ડ ઓફ ગવર્નર માં સભ્ય તરીકેપસંદગીપામ્યા તે માટે મનહરભાઇ સાસપરા નું ગૌરવ સન્માન થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વર્ચયુલી હાજરીમાંત્રણેય મહાનુભાવઓનું અભિવાદન કરાશે.

વિધવા બહેનોને લગ્નોત્સ્વનો દીપપ્રાગટ્ય વિધિ કરશે

 

ગંગા સ્વરૂપ બહેનોને શુભકાર્યોથી દુર રાખવાનીસમાજની ખોટી માન્યતા દુર કરવા તથા સારા શુભ પ્રસંગોએ તેઓને માન આપવા માટે ગંગાસ્વરૂપ બહેનોના હસ્તે સમૂહલગ્નોત્સ્વનો દીપ પ્રાગટ્યવિધિકરી શુભારંભ કરવામાં આવશે. વિજયાબેન મગનભાઇ ભગત,શારદાબેનહિંમતભાઇ ખેની, શાંતાબેન ઇશ્વરભાઇ સવાણી, વિજયાબેન ગણેશભાઇ દિયોરા અને શાંતાબેન બાલુભાઇ ભાદાણીનું ભવ્ય સ્વાગત કરી તેમના વરદ હસ્તે કાર્યક્રમનો પ્રારંભ કરાવી સમાજને દિશા આપવાનો પ્રયાસ થશે.

કન્યાના પિતાને રૂા. ૨૦૦૦૦ની મદદ કન્યાને રૂા. ૧૦૦૦૦ની એફડી

કોરોના ગાઇડલાઇન ના પગલે વર્ચયુલી સમૂહલગ્નોત્સ્વ નું આયોજન કરવાની ફરજ પડી છે. તેથી લગ્ન મંડપ તથા ભોજન વ્યવસ્થા માટે કન્યાના પિતાને રૂ. ૨૦૦૦૦/- તેના ખાતામાં જમા કરાવ્યા છે. વધુ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ કાનજીભાઇ આર. ભાલાળા એ જણાવ્યું હતું કે ખોટા ખર્ચ ઓછા કરી દિકરીને એફડી સ્વરૂપે રક્મ આપવાનો સંદેશ આપવા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દરેક દિકરીને રૂ. ૧૦૦૦૦- એફડી પેટે તેના ખાતામાં જમા કરવામાં આવશે. પિતા ન હોય તેવી ૧૭ દિકરી ઓને વધુ રૂ. ૫૦૦૦- નિતિનભાઇ બોરાળાવાળા તરફથી આપવામાં આવનાર છે.

દૂષણોથી યુવાનોને દુર રાખો : સમાજ અગ્રણીઓની અપીલ

તાજેતરમાં સુરતમાં યુવતી ની જાહેરમાં થયેલી કરપીણ હત્યાને વખોડી ગ્રીષ્નાબેન ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અને ત્યાર બાદ આવી ઘટના ન બને તે માટે જાગૃત રહેવા માટે પટેલ સમાજના અગ્રણીઓ તરફથી જાહેર અપીલ કરવામાં આવી હતી. દિનેશભાઇ નાવડિયા તથા મથુરભાઈ સવાણી તથા ધાર્મિક માલવિયા તથા હિરભાઈ કથીરિયા અને કાનજીભાઈ ભાલાળા એ ઘટના ને સખત શબ્દો માં વખોડી સમાજ ના યુવાનોને વ્યસન ના દુષણોથી દૂર રહેવા અપીલ કરી હતી. સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં ગ્રુપ મીટીંગો કરી વાલી જાગૃત રહે અને નિટ બને તે માટે પ્રયાસો કરવા સંસ્થાઓને અપીલ કરી હતી, સુરતમાં ચાલતા કપલ બોક્ષ અનેસ્મોકિંગ ઝોન બંધ થાય તથા ડ્રગ્સ થી યુવાનો દુર રહે તે માટે જન જાગૃતિ અભિયાન હાથ ધરવા વિનતી કરી છે. ટ્રસ્ટી જયસુખભાઇ કથીરિયા, રામજીભાઇ એસ. ઇટાલીયા વેગેરે એ તમામ સાથ સહકાર આપવા ખાત્રી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઇ રફાળીયા તથા અંકીતભાઇ સુરાણી એ કર્યું હતું. જયારે સ્થળ વ્યવસ્થા સૌરાષ્ટ્ર પટેલ સમાજની યુવા ટીમ તથા વરાછા બેંક સ્ટાફ પરિવારે સાંભળી હતી.યુવા ટીમ ના કિરણભાઇ ઠુંમર,દિલીપભાઇ વરસાણી તથા અગ્નિભાઇ સુદાણી સહીતની યુવા ટીમ અનેકાર્યકર્તા ભાઈઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ મનહરભાઈ સાસપરાએ કરી હતી.

 

Author : Gujaratenews