માં ચામુંડાના ધામ ચોટીલામાં નાથાબાપાના ઘરે જન્મે છે 6 આંગળીઓ સાથે બાળકો, 210 વર્ષમાં 700 સભ્યોને છે 6-6 આંગળીઓ
15-Apr-2022
ચોટીલા । દુનિયામાં ઘણી એવી ઘટનાઓ બને છે જે આજે પણ એક રહસ્ય જેવી છે. આવી જ અચરજ પમાડતી ઘટના ચોટીલા તાલુકામાં આવેલા ખોબા જેવડા ગામ ગોલીડામાં જોવા મળે છે. આ ગામમાં એક પરિવાર એવો છે જેમના તમામ સભ્યો ૬ આંગળીઓ ધરાવે છે. આ સિલસિલો ૨૧૦ વર્ષથી યથાવત્ છે. ચોટીલાના ગોલીડા ગામના શીશા પરિવારમાં છેલ્લા ૨૧૦ વર્ષથી જે પણ બાળકોનો જન્મ થયો છે તે બન્ને હાથે છ-છ આંગળીઓ જ ધરાવે છે. મા ચામુંડામાં અતુટ શ્રદ્ધા ધરાવતા આ પરિવારમાં અત્યાર સુધીમાં 700 સભ્યોના બન્ને હાથે છ આંગળીઓ છે. આ પરિવારના મોભીએ જણાવ્યું હતું કે અમારા પરિવાર પર માતાજીના આશીર્વાદ છે. ૨૧૦ વર્ષ પહેલાં ઘેલા સોમનાથથી અમારા વડવાઓ આવ્યા હતાં.
નાથાભાઇએ જણાવ્યું હતું કે, અમારા પરિવારમા ચાલી આવતી આ પરંપરા વિશે ડોક્ટરોની ટીમે પણ અમારી મુલાકાત લીધી હતી અને જરૂરી એવા ટેસ્ટ કરવાના છે એવું કહીને અમારા પરિવારનું બ્લડ સેમ્પલ પણ લીધું હતું. જો કે આમ થવાનું કારણ રિપોર્ટ દ્વારા માલમ પડી શક્યું ન હતું.
અમારી મશ્કરી કરનારના ઘરે પણ 6 આંગળીવાળું બાળક આવ્યું
આ પરિવારના નાથાભાઇ સામાભાઇ શીશાએ એક મુલાકાતમાં જણાવ્યુ હતું કે અમારે ત્યાં સાત પેઢીથી આ અનોખી પરંપરા ચાલી આવે છે. અમારી બાજુમાં આવેલા વડાલી ગામના એક વ્યક્તિએ છ આંગળીઓ ધરાવતા અમારા પરિવારના એક સભ્યની મશ્કરી કરી હતી. ત્યાર બાદ મશ્કરી કરનારના પરિવારમાં પણ છ આંગળીઓ ધરાવતા બાળકનો જન્મ થયો હતો.
700 દીકરા-દીકરીઓના બંને હાથે છ-છ આંગળીઓ છે
ગોલીડા ગામના શીશા પરિવારના મોભીના જણાવ્યા અનુસાર જ્યારથી પરિવારમાં બસી દશ વર્ષ પહેલા પ્રયમ બાળકની છ આંગળી સાથે જન્મ થયો ત્યારથી અત્યાર સુધી આશરે 700 જેટલા દીકરા-દીકરીના જન્મ બંને હાથે છ-છ આંગળી સાથે જ થયા છે અને હાલ પણ છ આંગળી સાથે જ જન્મ થાય છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024