વેસુના સફલ સ્કેવરમાં રૂમ્સ એન્ડ વેલનેસ નામની હોટલમાંથી કુટણખાનું ઝડપાયું, 16 પકડાયા

15-Feb-2022

થાઇલેન્ડ અને કેન્યાની બે સહિત 8 લલના અને 6 ગ્રાહક તથા સંચાલક અને મેનેજરની ધરપકડ, હોટલના બે ભાગીદારને વોન્ટેડ જાહેર કર્યા

SURAT: વેસુના સફલ સ્કેવરમાં રૂમ્સ એન્ડ વેલનેસ સેન્ટર નામની સુરત, સોમવાર હોટલમાં મસાજ પાર્લરની આડમાં ધમધમતા ચૂંટણખાના પર દરોડા પાડી હોટલ સંચાલક, મેનેજર તથા ગ્રાહક મળી ૮ની ધરપકડ કરી હતી જયારે હોટલના બે ભાગીદારોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે થાઇલેન્ડ અને કેન્યાની યુવતી સહિત ૮ લલના વિરૂધ્ધ પણ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે બાતમીના આધારે વેસુ ઉધના-મગદલ્લા રોડ સ્થિત સફલ સ્કેવરના ચોથા માળે રૂમ્સ એન્ડ વેલનેસ સેન્ટર નામની હોટલમાં દરોડા પાડયા હતા. જયાંથી હોટલ અને સ્પા સંચાલક મીતુલ મગન પટેલ (ઉ.વ. ૩૮ રહે. એ ૨૦૩, ગોકુલધામ ટાઉનશીપ, ન્યુ ડીંડોલી), મેનેજર નફીસ અહેમદ અંસારી (ઉં.વ. ૪૦), સ્પાના કર્મચારી સંજીત દેવેન મહંતો (ઉ.વ. ૨૧ બંને રહે. એ ૮૫, ઓફિસ ૧, સફલ સ્કેવર, ઉધના-મગદલ્લા રોડ) ઉપરાંત ગ્રાહક એવા કલાકાર પિયુષ અશોક (ઉ.વ. ૨૮ ૨હે. ડી ૬૦૧, શીવાન એવેન્યુ, સિંગણપોર), સુમીત શશીભાઇ રાજપૂત (ઉ.વ. ૨૬ રહે. રામ હળપતિ નિવાસ, અલથાણ), પારસ રમેશ જૈન (રહે. ૩૪ રહે. ૫૦૧, નાલંદા રેસીડન્સી, વેસુ અને મૂળ શક્તિ એપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર, અમદાવાદ), અંગદ મોતીપ્રસાદ પ્રજાપતિ (ઉ.વ. ૨૬ રહે. સ્વામીનારાયણ સોસાયટી, ગોડાદરા), કલીમ સલીમ સૈયદ (ઉ.વ. ૨૦૨હે. કોસાડ આવાસ, અમરોલી) ની ધરપકડ કરી હતી.જયારે દેહવિક્રય કરતી થાઇલેન્ડ અને કેન્યાની બે યુવતી સહિત 8 લલના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મુક્ત કરી હતી. પોલીસ તપાસમાં હોટલમાં મસાજના બહાને શરીરસુખ માણવા આવનાર ગ્રાહક પાસેથી રૂ. 2 હજારની વસુલાત કરી રૂ. 1 હજાર લલનાને ચુકવતા હતા. પોલીસે હોટલમાંથી રોકડા રૂ. 8 હજાર, 2 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 23 હજારનો મુદ્દામાલ અને કોન્ડોમના 8 નંગ કબ્જે લીધા હતા. ઉલ્લેખનીય છે કે હોટલના માલિક શૈલેષ કુવરજી કેવડીયા (રહે. 83, ભક્તિનગર સોસાયટી, એ.કે. રોડ, વરાછા), ભાવેશ ભગવાન પટેલ (રહે. 10, જલારામનગર સોસાયટી, ડુંભાલ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Author : Gujaratenews