હત્યારો ફેનિલ ઇનોવા ચોરીમાં પણ ઝડપાયો હતો
સુરત : સુરતના કામરેજ ખાતે (Surat Kamrej) ગ્રીષ્મા નામની યુવતીને (Grishma Vekariya Murder Case) જાહેરમાં એક તરફી પ્રેમમાં પાગલ એવા ફેમિલી નામના યુવાને ગળું કાપી હત્યા કરવાનો મામલો ગુજરાતમાં talk of the town બની રહ્યો છે ત્યારે આરોપી ફેનિલ ગોયાણી (fenil Goyani)ની ક્રાઈમ કુંડળી સામે આવી છે. ફેનિલ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અને સાથે કતારગામ વિસ્તારમાં ઈનોવા ગાડીની (Innova) ચોરી કેસમાં (Theft Case) પકડાયેલ ચૂક્યો હતો. ગાડી ચોરી થયા બાદ તેને ગીરવે મૂકી પૈસા લઇ લેવાનો તૈયારી કરતો હતો. તે સમયે પોલીસે અને તેના બે સાગરીતોને ઝડપી પાડયા હતા.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા પાટીયા પાસે ગ્રીષ્મા વેકરિયા (Grishma Vekariya) નામની યુવતીનું બે દિવસ પહેલા એક તરફી પ્રેમમાં પાગલ એવા ફેનિલ ગોયાણી (Fenil Goyani)એ જાહેરમાં ચપ્પુના વડે તેનું ગળુ કાપી તેની ઘાતકી હત્યા કરી નાખતી હતી સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.કામરેજના પાસોદરામાં જાહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું ગળું કાપી ઘાતકી હત્યા કરનાર હત્યારો ફેનીલ ગોયાણી વેલંજામા કપલ બોક્સ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત આરોપી ફેનીલ ગોયાણી ૯ મહિના પહેલા સુરતના કતારગામ પોલીસ મથકની હદમાં ઈનોવા કારની ચોરીમાં પકડાયો હતો. પહેલેથી ગુનાહિત ભૂતકાળ ધરાવતાં ફેનીલ ગોયાણીએ એક તરફી પ્રેમના બહાના હેઠળ એક નિર્દોષ યુવતી ગ્રીષ્માની જિંદગી છીનવી લીધી હતી. ગ્રીષ્મા વેકરિયાનો હત્યારો ફેનિલ ગોયાણી કામરેજના વેલંજા ગામ ખાતે કપલ બોક્સ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ કપલ બોક્સના ગોરખધંધામાં સામેલ ફેનીલ ડ્રગ્સનો વ્યસની પણ હોય એવું ચર્ચાઇ રહ્યું છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025