સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ-સુરતના યુવાનોની ભાવનગર રાજવી યુવરાજ જયવીરરાજસીંહ ગોહીલ સાથે નવા વર્ષની મુલાકાત

14-Nov-2021

સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ જેણે કોરોના કાળમાં સુરતમા આયસોલેસનના માધ્યમ ઉભા કરી ૪૦ જેટલા સ્વયંસેવકો દ્વારા 45 દિવસના 382 કોરોના દર્દીની ખુબ જ સરસ રીતે નિઃશુલ્ક સેવા કરીને હજારો લોકોના જીવ બચાવવાામાંંસફળ રહ્યા હતા.  જેની નોંધ લંડન બુક ઓફ રેકોર્ડ દ્વારા એવોર્ડમા સ્થાન આપી લેવાઈ હતી અને સન્માનીત કરાયા. ત્યારબાદ સુરતથી વતનની વ્હારે ભાવનગર ૩ એમ્બુલન્સ ,અને ૨૦ ગાડીઓના કાફલા સાથે ભાવનગરના નિલમબાગ પેલેસ ખાતેથી ભાવનગર નિલમબાગ પેલેસ ખાતેથી યુવરાજ જયવીરરાજસીંહ ગોહીલ દ્વારા આ કાફ્લાને લીલીઝંંડી આપી ભાવનગર જીલ્લાના અલગ અલગ ગામડાઓમા જઇ લોકોને કોરોનાનો ડર દુર કરવા પોઝીટીવ વાતાવરણ,દવાઓ,માસ્ક,સેનેટાઇઝર પુરુ પાડ્યુ હતુ. ગ્રામ્ય વિસ્તારમા પણ ચાલી રહેલ આઇસોલેશન સેન્ટરમા જઇ કોરોના પોઝીટેવ દર્દીઓ સાથે પોઝીટીવ વાતો કરી દરેક લોકોને હીંમત આપવાનુ કાર્ય કરવામા આવેલ.આવી આ સુદામા ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનોને કોરોનાકાળની ભાવનગર જીલ્લામા કરેલ સેવાકાર્ય બદલ યુવરાજ  દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને આવીજ રીતે લોકહીત કાર્યમા ભવિષ્યમાં પણ લોકોની મદદે આવતા રહો તેવી આશા વ્યક્ત કરી હતી.

આવનારા ભવિષ્યના યુવરાજના માર્ગદર્શન હેઠળ દેશનુ યુવાધનને વ્યસનમુક્ત બનાવવા યોગ્ય માર્ગદર્શન આપવાના કાર્યક્રમો કરવા વિચારણા કરવામા આવી હતી.

Author : Gujaratenews