કોરોના વર્લ્ડ વોર: વિશ્વમાં 31.40 કરોડ કેસ, 55.21 લાખ મોત; 6 અઠવાડિયાંમાં જ અડધું યુરોપ ઓમિક્રોનથી સંક્રમિત થશે : WHO
13-Jan-2022
વિશ્વમાં કોરોનાના કુલ કેસ વધીને 31.40 કરોડ થઈ ગયા છે. આ દરમિયાન મૃત્યુઆંક પણ 55. 21 લાખ પર પહોંચી ગયો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું હતું કે 6થી 8 અઠવાડિયાંમાં જ અડધું યુરોપ ઓમિક્રોનથી સંક્રમિત થઈ શકે છે, જેની અસર પશ્ચિમી દેશોથી લઈને પૂર્વના દેશો સુધી પડશે. WHOના યુરોપ ડાયરેક્ટર હેન્સ ક્લગે જણાવ્યું હતું કે અમે 2022ના પહેલા અઠવાડિયામાં જ કોરોનાના સાત લાખથી વધુ કેસ નોંધાયા છે. આ અગાઉનાં બે અઠવાડિયાંની સરખામણીએ બમણા કરતાં પણ વધુ કેસ હતા.
વેક્સિન ખૂબ જ અસરકારક સાબિત થઈ છે
ક્લગે વધુમાં જણાવ્યું હતુ કે કોરોના વાઇરસની વેક્સિન ખૂબ જ અસરકારક સાબિત થઈ છે અને એને કારણે જ મહામારી એટલી જીવલેણ નથી બની, જેટલી પહેલાં હતી. જોકે આ વાઇરસને મોસમી ફ્લૂ ગણવો એ એક મોટી ભૂલ હશે.
અમેરિકા કોરોનાથી 8.61 લાખ મૃત્યુ સાથે ટોપ પર છે.
વિશ્વમાં 31 કરોડથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા
અત્યારસુધીમાં સમગ્ર વિશ્વમાં 31 કરોડથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. આમાંથી 26 કરોડ લોકો સાજા થઈ ગયા છે. 55.11 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 8.61 લાખ મૃત્યુ સાથે અમેરિકા ટોપ પર છે, જ્યારે 6.20 લાખ મૃત્યુઆંક સાથે બ્રાઝિલ બીજા નંબરે, 4.84 લાખ મૃત્યુઆંક સાથે ભારત ત્રીજા નંબરે છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024