કેન્દ્ર સરકારે બુધવારે વરિષ્ઠ રોકેટ વૈજ્ઞાનિક એસ. સોમનાથ (S Somanath)ને ભારતીય અવકાશ અને સંશોધન સંસ્થા (ISRO)ના આગામી પ્રમુખ નિયુક્ત કર્યા છે. સોમનાથ હાલમાં વિક્રમ સારાભાઈ અંતરીક્ષ કેન્દ્ર (Vikram Sarabhai Space Centre)ના નિર્દેશક છે. કર્મચારી મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેમની નિમણુંક 3 વર્ષ માટે કરવામાં આવી છે. સોમનાથ કે. સિવન (K Sivan)ની જગ્યા લેશે. જણાવી દઈએ કે સિવનનો કાર્યકાળ શુક્રવારે 14 જાન્યુઆરીએ સમાપ્ત થવા જઈ રહ્યો છે.
સોમનાથ પોતાના કરિયરની શરૂઆત દરમિયાન પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલના એકીકરણ માટે ટીમ લીડર હતા. તેમને 3 વર્ષના કાર્યકાળ માટે અવકાશ વિભાગના સચિવ અને સ્પેસ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તે 22 જાન્યુઆરી 2018થી વિક્રમ સારાભાઈ અંતરીક્ષ કેન્દ્રના નિર્દેશકનું નેતૃત્વ કરી રહ્યા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024