ભિલોડા તાલુકાની ધંબોલિયા ગ્રુપ ગ્રામ પંચાયતના ડે.સરપંચ પદે સર્વાનુમતે બિનહરીફ વરણી

13-Jan-2022

અરવલ્લી: અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ધંબોલિયા ગામની ધંબોલિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સતત પાંચમીવાર ડે.સરપંચ પદે ઈન્દ્રજીતસિંહ અમરસિંહ રાઠોડ સેવાભાવી (એડવોકેટ) (નોટરી) ભિલોડાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાતા આનંદની લાગણી પ્રસરી છે.

અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકાના રાજકીય,સહકારી આગેવાનો,એડવોકેટ્સ,ગ્રામજનો સહિત સગાં-સંબંધીઓએ ફુલહાર પહેરાવી અબીલ - ગુલાલથી વધાવ્યા હતા.

Author : Gujaratenews