નવી દિલ્હી,તા.12 ઓક્ટોબર 2021,મંગળવાર
કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા 2 થી 18 વર્ષના બાળકો માટેની કોવેક્સીન કોરોના રસીને મંજૂરી આપી દેવામાં આવી છે.
સરકાર તરફથી વહેલી તકે તેનો ઉપયોગ કરવા માટેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે. બાળકોને આ રસીના બે ડોઝ આપવામાં આવશે. આ પહેલા ઝાયડસ કેડિલાની વેકસીન ઝાયકોવ-ડીને પણ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. જેને 12 વર્ષથી વધારે વયના કિશોરોને પણ લગાવી શકાય તેમ છે. ભારતમાં બનેલી આ દુનિયાની પહેલી ડીએનએ આધારિત વેક્સીન છે.
દેશમાં અત્યારે પુખ્ત વયના લોકોને કોવિશીલ્ડ, કોવેક્સીન અને સ્પુતનિક-વીની રસી આપવામાં આવી છે. આ રસીના પણ બે ડોઝ આપવામાં આવે છે. જોકે ઝાયકોવ-ડી ના ત્રણ ડોઝ મુકવાના હોય છે.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જુલાઈ માસમાં જ કહ્યુ હતુ કે, દેશમાંબે કંપનીઓ કોરોના વેક્સીન ડેવલપ કરવા માટે કામ કરી રહી છે. ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેકના ટ્રાલય ચાલી રહ્યા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024