લિવ ઈન રિલેશનશિપમાં શારીરિક સંબંધ વિશે મહેંદીના હત્યારાએ મોં ખોલ્યું, હિના ઉર્ફે મહેંદીએ ઝપાઝપી કરી નખ મારતા પ્રેમી સચીને તેનું ગળુ દબાવી દીધું હતું
12-Oct-2021
લિવ ઇન રિલેશનશિપના કરૂણ અંજામના કિસ્સામાં સરકાર તરફે પ્રેમી યુવક સચીન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ગાંધીનગર એસ.ઓ.જી.ના પી.આઇ.એસ.એસ.પવારે જણાવ્યું હતું કે,આરોપી સચીન નંદકિશોર દીક્ષિતને પકડી લાવી પૂછતા તેણે જણાવ્યું હતું કે,હિના સાથે વર્ષ - ૨૦૧૮માં ઓળખાણ થઇ હતી.જે ઓળખાણ પ્રેમ સંબંધમાં પરિણમી હતી.અને એકબીજાની મરજીથી અવાર- નવાર શારીરિક સંબંધ બાંધતા હતા.તેના પરિણામે ડિસેમ્બર ૨૦૨૦માં પુત્રનો જન્મ થયો હતો.પુત્ર અને હિના સાથેે વડોદરામાં દર્શનમ ઓએસિસમાં મકાન ભાડે રાખીને રહેતા હતા.અમારી વચ્ચે તા.૮મીએ ઝઘડો થતા પુત્રને લઇ ગાંધીનગર આવી ગયો હતો. મારા પ્રેમ પ્રકરણ અને પુત્ર બાબતે ઘરે જાણ ના થાય તેવા ડરથી રાતે પેથાપુર ગામે આવી ગૌશાળાના ગેટ પાસે પુત્રને મુકીને જતો રહ્યો હતો.
પોલીસે ત્યારબાદ વડોદરા આવી સચીનના ભાડાના મકાનમાં તપાસ કરી હતી.મકાન બંધ હોઈ ચાવી બાબતે સચિનને પૂછતા તેણે જણાવ્યું હતું કે,મકાનની ચાવી કારમાં છે.જે કાર પોલીસે કબજે લીધી હતી.જેથી,પોલીસે બળ વાપરીને મકાનનો દરવાજો ખોલ્યો હતો.દરવાજો ખોલતાની સાથે જ પુષ્કળ દુર્ગંધ આવતી હતી.કંઇક અજુગતું બન્યુ હોવાની શંકા જતા ગાંધીનગર પોલીસે બાપોદ પોલીસને જાણ કરી હતી.સચીને પોલીસને કહ્યું હતું કે,હિનાની લાશની દુર્ગંધ મારે છે.ગત તા.૮મીએ બપોરે સાડા ચાર વાગ્યે મારે ગાંધીનગર જવાનું હતું.પરંતુ,હિના ના પાડતી હતી.આ બાબતે અમારી વચ્ચે ઝપાઝપી થઇ હતી.હિનાએ મને લાફો મારી દીધો હતો.તેણે મને નખ માર્યા હતા.તેમજ તે ચીસો પાડતી હતી.મેં તેનું ગળું સાત મિનિટ સુધી દબાવી રાખતા તેનું મોત થયુ હતું. પોલીસ અને એફ.એસ.એલ.ની હાજરીમાં કબાટનો દરવાજો ખોલતા ભૂરા કલ૨નો થેલામાંથી હિનાની લાશ મળી આવી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024