ઈન્ડિયન ઓઈલનો નિર્ણય !!! પેટ્રોલમાં 50 અને ડીઝલમાં 70 રૂપિયાનો એકઝાટકે ભાવ વધારો, જાણો ક્યાં લીધો નિર્ણય

11-Mar-2022

-ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની ચર્ચા વચ્ચે મોટા સમાચાર

-શ્રીલંકામાં પેટ્રોલમાં 50 અને ડીઝલમાં 75 રૂપિયાનો વધારો 

-આંતરરાષ્ટ્રીય માર્કેટની જોવા મળી અસર

હકીકતમાં, શ્રીલંકાના રૂપિયાના ભારે અવમૂલ્યનને કારણે કંપનીએ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો કર્યો છે. શુક્રવારથી વધેલી કિંમતો લાગુ થઈ ગઈ છે. એક મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે કંપનીએ ઈંધણના ભાવમાં વધારો કર્યો છે.

ભાવ કેટલો વધ્યોઃ 

લંકા ઈન્ડિયન ઓઈલ કંપની (LIOC) એ જણાવ્યું કે ડીઝલની છૂટક કિંમતમાં 75 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. હવે અહીં પેટ્રોલની કિંમત 254 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 214 રૂપિયા પ્રતિ લીટર છે.

કંપનીનો તર્ક શું છે: 

LIOCના મેનેજિંગ ડિરેક્ટર મનોજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “સાત દિવસમાં શ્રીલંકાના રૂપિયામાં યુએસ ડૉલર સામે રૂ. 57નો ઘટાડો થયો છે. તેની સીધી અસર તેલ અને ગેસોલિન ઉત્પાદનોના ભાવ પર પડે છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધો લગાવી રહ્યા છે, જેના કારણે તેલ અને ગેસની કિંમતો પણ વધી રહી છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટની જોવા મળી અસર

ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આંતરાષ્ટ્રીય તેલના ઊંચા ભાવને કારણે અમને ભારે નુકસાન થઈ રહ્યું છે, તેથી ભાવ વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી. કિંમતમાં વધારો કરવા છતાં, ભારે નુકસાન સહન કરવું પડશે.” તમને જણાવી દઈએ કે LIOC ને શ્રીલંકાની સરકાર તરફથી કોઈ સબસિડી મળતી નથી.

Author : Gujaratenews