ગુજરાતમાં નવા કોરોનાના 9,941 કેસ નોંધાયા, 4ના મોત

12-Jan-2022

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસને દિવસે વિકટ બની રહી છે. રાજયમાં આજે કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ શહેરમાં 3843 સૌથી વધારે કેસ નોંધાયા છે. અને સુરતમાં 2505 કેસ નોંધાયા છે. વડોદરામાં 776 કેસ અને રાજકોટમાં 319 કેસ નોંધાયા છે.

સુરતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ, એક જ દિવસમાં 2505 કેસ નોંધાયા, 2 મોત

સામે તહેવારે સુરતમાં કોરાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. આજે સુરતમાં રેકોર્ડ બ્રેક 2505 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં બે દર્દીઓનામોત ના સમાચાર પણ સામે આવી રહ્યા છે.સુરતમાં સૌથી વધારે આજે 2505 કેસ નોંધાયા છે. જેમાં વરાછા એ ઝોનમાં 515 કેસ, વરાછા બી ઝોનમાં 185, રાંદેર ઝોનમાં 413, સેન્ટ્રલ ઝોનમાં 111, કતારગામ ઝોનમાં 448, લિંબાયત ઝોનમાં 182,ઉધના ઝોન એમાં 202 , ઉધના ઝોન બી માં 40 અને અઠવા ઝોનમાં 409 કેસ નોંધાયા છે.

આ સાથે હોસ્પિટલમાં એક્ટિવ દર્દીની સંખ્યા પણ વધી ને 204 થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં 1518 બેડની સામે 71 દર્દીઓ દાખલ છે જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 941 બેકની સામે 22 દર્દીઓ દાખલ છે.

સુરત શહેરમાં જે 2505 પોઝિટિવ કેસ સામે આવ્યા છે તે ગઈ કાલ કરતાં 26 ટકા વધારે છે. છેલ્લે 24 એપ્રિલ 2021 ના રોજ 2321 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે કોરોના પેંડેમીકમાં અત્યાર સુધી સૌથી વધારે હતા.જોકે તેના કરતાં આજે રેકોર્ડ બ્રેક 184 કેસો વધારે સામે આવ્યા છે. સુરત શહેરમાં 11923 એક્ટિવ કેસ છે. જેમાં મોટાભાગના કેસોમાં દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે.

પરંતુ આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા હોય શહેરીજનોને કોરોના ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવા સૂચના આપવામાં આવે છે. સાથે જ વડીલો અને બાળકો ઘરમાં રહે છે અને બિનજરૂરી ભીડભાડવાળી જગ્યાએ જવાનું તેવી સલાહ આપવામાં આવી છે.

આજે શહેરમાં બે મૃત્યુ નોંધાયા છે જેમાં 35 વર્ષીય યુવાન જ્યારે 70 વર્ષીય વૃદ્ધ નો સમાવેશ થાય છે. સુરત શહેરમાં છેલ્લે એક જુનના રોજ બે મૃત્યુ થયા હતા. ત્યારબાદ આજે 221 દિવસ બાદ બે મૃત્યુ નોંધાયા છે.

Author : Gujaratenews