બંધને સમર્થન આપવાની મહાવિકાસ આઘાડીની લોકોને અપીલ
મુંબઈઃ મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષો, શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ લોકોને મહારાષ્ટ્ર બંધને સમર્થન આપવાની અપીલ કરી હતી. લખીમપુર હિંસાના વિરોધમાં રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં બંધ પાળવાની જાહેરાત કરી હતી.
ત્રણેય પક્ષના કાર્યકરો લોકોને મળીને ખેડૂતોને સમર્થન આપવા માટે તેમને બંધમાં સામેલ થવાની અરજી કરી હતી.
‘ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદા દ્વારા કૃષિ ઉત્પાદનોની ખૂલી લૂંટ કરવા માટે પરવાનગી આપી છે અને તેના પ્રધાનોના સંબંધીઓ ખેડૂતોનો જીવ લઇ રહ્યા છે. આપણે ખેડૂતો પ્રત્યે દયા દેખાડવાની જરૂર છે', એમ એનસીપીના પ્રવક્તા અને રાજ્યના પ્રધાન નવાબ મલિકે જણાવ્યું હતું.
મહાવિકાસ આઘાડી સરકારે આ હિંસા માટે ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અજય મિશ્રાને જવાબદાર ઠરાવીને તેમના રાજીનામાની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટની દખલગીરી બાદ પ્રધાનના પુત્રની ધરપકડ કરાઇ હતી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું હતું કે લખીમપુર હિંસાનો વિરોધ નોંધાવવા માટે પક્ષના કાર્યકરો અને નેતાઓ મુંબઈમાં રાજભવનની બહાર ‘મૌન વ્રત’ રાખશે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024